________________
હે અવધૂત! તું શરીરૂપી મઠમાં હજી સુધી મોહનિદ્રામાં શું સૂઈ રહ્યો છે? તું જાગીને તારા હૃદયમાં જે. તું તારા શુદ્ધ આત્મા સ્વરૂપને જે. તું દેહરૂપી મઠને વિશ્વાસ ન કરતો. એ તે એક પળમાં ઢળી પડશે, આયુષ્ય ખૂટતાં એક પળમાં એને નાશ થશે.
તું હલચલ મિટાવી દે. એટલે કે રાગદ્વેષની ચંચલતા ભરી તારી બધી પ્રવૃત્તિઓ તું બંધ કરી દે અને તારા શુદ્ધ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર. તું રાગદ્વેષ છેડી દઈશ એટલે તને સમતારૂપી જળમાં તારો આત્મા રમતે જણાશે. એ રીતે તું તારા આત્માને ઓળખી શકશે. દેહરૂપી મઠમાં પંચમહાભૂતને–પૃથ્વી, પાણું, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતનો વાસ છે અને વળી તેમાં શ્વાસોશ્વાસરૂપી ધૂર્ત ખવીસ તેમાં રહેલો છે અને તે તારા આત્માને ક્ષણે ક્ષણે છળવાની ઈચ્છા ધરાવે છે, આવો એ મઠ છે. માટે તારે તેમાં ઊંધવું ન જોઈએ. પરંતુ તનમનની આવી દશા હોવા છતાં મૂખ શિષ્ય તે સમજી શકતો નથી અને તનમની ભમતા રાખીને તેમાં સૂઈ રહ્યા છે.
ત્રીજી અને ચોથી કડીમાં કવિ કહે છે કે, હે અવધૂત! તારે મસ્તક પર પંચ પરમેશ્વર વસે છે અને મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધરૂપી સૂક્ષ્મ બારી છે. કોઈ વિરલા જ્ઞાનીઓ પોતાના શુદ્ધ આત્માભ્યાસથી પોતાના આત્માને ત્યાં ધ્રુવના તારાની જેમ સ્થિર જોઈ શકે છે. જે કોઈ અવધૂત આશાને ત્યાગ કરીને પિતાના હૃદયરૂપી ઘરમાં આસન લગાવી આત્માના જાપ-અજપાજાપ જપે તે તે ચેતન્યમય, નિરંજન એવા પરમાત્માનાં દર્શન કરે છે.
નિશદિન જેઉ તારી વાટડી હેલા-પ્યારા, સ્વામી; અમલા-અમૂલ્ય: લાલ-માણેક, જવાહરીઝવેરી; પરંતર–અંતર, વેગળું; પય-પગ; નિહારત–જોઈ રહું છું; લયણે-લોચનથી; ઢગ-દષ્ટિ, અડાલા-નિશ્ચલ; ઝકેલા-મગ્ન રહેલા; ખેલા-હૃદય ખેલીને; ચેલા-અસ્થિરતા; સેજડી-પથારી.