________________
-૪૪ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી કે અનંત અચલ વીર્ય હોય ત્યાં કર્મ ન લાગે અને જ્યાં ચલ વીર્ય હોય ત્યાં કામ લાગે. એટલે કે આત્માના આઠ રૂચક પ્રદેશમાં કર્મગ્રહણરૂપ યોગક્રિયા નથી. જેમ કામવીર્યને વશ થઈ ભોગી પુરુષ સર્વ પર ભાવને વાંછે છે તેમ આત્મા પણું પરભાવને ભોગી થાય છે. પરંતુ એ જ આત્મા શરવીર બને તે અગીપણું પ્રગટ કરે. આવું વીરપણું આત્મામાં જ છે એમ મેં તમારી વાણીથી જ જાણ્યું. જેમ જેમ આત્માનું વીરપણું જાણીએ તેમ તેમ જીવ તેમાં રમીને પિતાનું ધ્રુવપદ ઓળખે છે. પરાલંબનપણું છોડતાં પરપરિણતીને નાશ થાય છે અને એથી અક્ષય જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્મા લયલીન થાય છે અને એથી એની પરમ આનંદમય પ્રભુતા જાગે છે.
રામ કહે રહેમાન કહે કાન-કહાન, કૃષ્ણ, સ્વયમેવ–પોતે; ભાજન–પાત્ર; મૃત્તિકા-માટી; નિ કર્મરી-કર્મરહિત
આપણું પ્રાચીન પદ સાહિત્યમાં કવિવર આનંદઘનજીનો ફાળે - ઘણો મોટો છે. એમનાં પદોમાં આપણને એક સાચા તત્વદશ અવધૂતની વાણી સંભળાય છે. કવિતા તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો તેમાં આપણને શબ્દોનું લાલિત્ય, સંગીતનું માધુર્ય અને રચનાની પ્રાસાદિકતા તથા સટતા જોવા મળે છે. એમનાં કેટલાંક પદો તે ગુજરાતી સાહિત્યની ઉત્તમ કાવ્યકૃતિઓમાં સ્થાન પામે એવાં છે. અહીં નમૂના તરીકે એમનાં છ પદ લેવામાં આવ્યાં છે.
આ પદમાં કવિ કહે છે કે આ સંસારી લેકે પરમાત્માને જુદા જુદા નામથી ઓળખે છે અને એ નામે જુદો જુદો અર્થ કરીને અને એ બધાને પરસ્પર વિરુદ્ધ કલ્પીને મહેમાંહે લડે છે. અને એક બીજાના દેને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે અને પિતાના જ દેવ સાચા છે એવો મિથ્યા આગ્રહ રાખે છે. કઈ પ્રભુને રામ કહે છે, કોઈ રહેમાન કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કઈ મહાદેવ કહે છે,