________________
એવું કહેવામાં આવે, પરંતુ આત્મસ્વરૂપ નિત્ય છે માટે તેનું જ્ઞાન. વિનાશક નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલે અને સ્વભાવ–એ ચતુષ્કમથી આત્માને. પિતાને ધર્મ છે. તે ધર્મ બીજામાં ન પામી શકીએ. તે પછી જ્ઞાનથી
સ્વપર દ્રવ્યનું જાણપણું કેમ થાય ? તેને ખુલાસો કરતાં કવિ સાતમી કડીમાં કહે છે કે જેમ અરીસામાં સર્વનું પ્રતિબિંબ પડે છે, પણ જેનું પ્રતિબિંબ અરીસામાં પડે છે તે વસ્તુમાં અરીસે પ્રવેશ કરતું નથી. અને તે વસ્તુ પણ અરીસામાં જતી નથી, તેવી રીતે જ્ઞાન માં પરિણમતું નથી અને સેય જ્ઞાનમાં પરિણમતું નથી. -
છેલ્લી કડીમાં કવિ કહે છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન પારસ છે. એટલે કે જેમ પારસના સ્પર્શથી લેતું સેનું થઈ જાય છે તેમ પાર્શ્વનાથ પ્રભુના વેગથી જીવ પરમાત્મસ્વરૂપ પામે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૦૯) છઉમ-છસ્થ. છૂપું વીર-વી; સૂરપણું-શૌર્યપણું; દાણે-- સ્થાને, વિણાન-વિજ્ઞાન.
આ સ્તવનમાં કવિ કહે છે કે હું શ્રી મહાવીર ભગવાનને પગે. લાગીને એમના જેવું વીર્યપણું માગું છું. જેમના વીર્યના ઉલ્લાસથી કુશ્રદ્ધારૂપ મિથ્યાત્વ અને મેહરૂપી અંધકારને ભય દૂર થયો છે એવા હે પ્રભુ! તમે અનાદિ કર્મરૂપી શત્રુને જીતી લઈને છતનું નગારું વગાડ્યું છે. આવું તમારું વીર્યપણું હું માનું છું કે જેથી હું પણ કર્મશત્રુને જીતી લઉં. જે મતિપૂર્વક અનેક કમ ગ્રહણ કરે તે અભિસંધિજવીય કહેવાયઃ ભાવયોગ તથા દ્રવ્યગ ૨૫ સૂક્ષ્મ તથા સ્કૂલ ક્રિયા કહેવાય. આવી ક્રિયામાં રંગાયેલે આત્મા સંસારમાં ઉમંગ પામી રહ્યા છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે અને તે એક એક પ્રદેશે અસંખ્યાતા વીર્યવિભાગ છે. એવી રીતે જીવને ગપણું અસંખ્યાત છે. જેવી ગબલ શકિત તેવા કર્મના દલ જીવ લે છે, ઉત્કૃષ્ટ એટલે