________________
*
૪પ૭
કવિ કહે છે કે વીર પ્રભુનાં જ્યારે દર્શન થાય છે ત્યારે હૈયું હેતથી ભરેલું જ દેખાય છે. પ્રભુ સાથે મારે પરમ વિશ્વ સાથી ધર્મ પ્રીતિ લાગી છે. શાસન નાયક હે વીર પ્રભુ! હું તમારી આણુ માથે ધારણ કરું છું.'
કલશની પંક્તિઓમાં કવિ કહે છે કે જે માણસો વીસે જિનવરાની સ્તુતિ ભાવથી ગાય છે તેઓ પિતાનાં મનવાંછિત ફલ પ્રાપ્ત કરે છે. ખરતરગચ્છના શ્રી જિનરાજસૂરિ ગુરુની કૃપાથી હે પ્રભુ! રાત અને દિવસ તમારા ગુણ ગાવાનું મનને ગમે છે. તે સ્વામી! દિવસે દિવસે તમારા સાંનિધ્યને અધિક લાભ મળે છે અને તેથી આર્ત અને રૌદ્ર એ બે ધ્યાન છોડીને નિત્ય ધર્મધ્યાનમાં મગ્ન બની જાઉં છું.
૧૦ વિનયવિનયજી શ્રી ઋષભદેવનું સ્તવન (પૃ. ૮૭) સેહર–શેખર, મુગટ; નિવાજિયા-પ્રતિબોધ આપે;
આ સ્તવનમાં કવિએ સકળ કળા શીખવનાર, વ્યવહાર પ્રવર્તાવનાર, યુગલા ધર્મ નિવારનાર; નમિ-વિનમિતે વિદ્યાવંત કરનાર, આહુબલીને પ્રતિબોધ આપનાર મરૂદેવી માતાના પુત્ર અને શંત્રુજય તીર્થના શિખરની શોભારૂપ એવા આદિનાથ પ્રભુની સેવા કરવાને ઉપદેશ આપ્યો છે.
શ્રી કષભદેવ જિન સ્તવન (પૃ. ૮૭) સુત-પુત્ર; સમરણ-સ્મરણે;
આ સ્તવનમાં પણ કવિ કહે છે કે વિમલગિરિ (શ્રી શત્રુંજય) પર બિરાજતા શ્રી આદિનાથ ભગવાનનું સ્મરણ પ્રાતઃ સમયે કરતાં સર્વ પાપ નાશ પામે છે અને મનવાંછિત રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ થાય છે.