________________
૪૫૬ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી અંગમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. કવિ કહે છે કે એવા તીર્થંકરની મન, વચન અને કાયાએ કરી સેવા કરવાને રસ જામે છે. - શ્રી નેમિનાથ ગીત (પૃ. ૮૧)
સેહણ-શોભિતા. જલ લિયઉગ્રત લીધું; આપણુ-આ૫, તમે; નિરબંધન દૂઉ-બંધન મુક્ત થયા એટલે કે મેલે સિધાવ્યા; પરિણપરિવાર, સોહમ-આત્મા.
આ ગીતમાં કવિ નેમિનાથ ભગવાનને વંદન કરીને તેમના શ્યામ, મનોહર દેહનું વર્ણન કરે છે અને કહે છે કે “હે પ્રભુ! આપે પશુઓને બંધનમાંથી છોડાવ્યાં એટલું જ નહિ આપ પિતે પણ સંસારરૂપી બંધનમાંથી મુક્ત થયા. આપે પરિવારને સમજાવી, વરસીદાન આપી સંયમ વ્રત લીધું. અને રાજિમતીને ત્યાગ કરી કેવલજ્ઞાનરૂપી લક્ષમી પામ્યા. અને એ રીતે આપે પરમ સુખ આપનાર અવિચલ પદ પ્રાપ્ત કર્યું.
શ્રી પાર્શ્વનાથ ગીત (પૃ. ૮૨) કીનઉ–કર્યું; તિલ ભરિ–તલ ભાર પણ; પ્રવહણ–વહાણ;
આ ગીતમાં કવિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉદ્દેશીને કહે છે, “હે પ્રભુ! તમારી આજ્ઞા માથે ચડાવી હું મનવાંછિત સુખ પામું છું અને સદ્દકાર્યોને ભંડાર ભરું છું. અશરણના શરણ એવા તમારું શરણ ભળવાથી અને આપની કૃપાદૃષ્ટિ મળવાથી હવે મને પાપ કે નરકની તલભાર પણ બીક લાગતી નથી. આપની કૃપાથી જાણે ભવસાગર તરવાને નાવ મને મળી હોય એમ લાગે છે. હે પ્રભુ! હું હવે તમારું શરણ છોડીને બીજાને નાથ નહિ કરું.”
શ્રી મહાવીર ગીત (પૃ. ૮૨) મેરઈ સામી-મારા સ્વામી; હીયડઉ–હૈયુ; હેજઈ હેતથી; સતીસાથે; અવિહડ-અલગ્ન, અખંડિત, સતત; જગીસઈ-જગીશ. સુપસાયસુપ્રસાદ-કૃપા; આરતિ–આત ધ્યાન; દુઈએ; પરિહરિ છોડી.