________________
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૭૧) આસ-આશ; પાસ-પાર્શ્વનાથ; એકતાર–તલ્લીન; સનેહ-સ્નેહ, મહેર-કુપા, મહેરબાની.
કવિ આ સ્તવનમાં પિતાના હૃદયને ભાવ રજૂ કરતાં કહે છે, મને જીવનમાં હવે આશા લાગી છે, માટે હવે હું પાર્શ્વ પ્રભુને એક ક્ષણ પણ છોડવાનો નથી. જ્યાં રાખશો ત્યાં હું તમારું સ્મરણ કરીશ, કારણ કે હું તમારા ચરણનો દાસ છું. મારું દિલ તમારી સાથે એકતાર બની ગયું છે. મારી અંતરની ગતિ માત્ર તમે જ જાણે. છે. બીજુ કોઈ જાણતું નથી, માટે કઈ લેક મને દિવાને ગણશે ! હે પ્રભુ! મારે તમારી મહેરબાની જોઈએ છે. કારણ કે મારે તમારી. સાથે સ્નેહ છે. બસ, આ જ મારી આપને અરજ છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૭૧) કુંપળ-ખીલતી કળ; આદિત-સૂર્ય.
આ સ્તવનમાં કવિ કહે છે, “હે ત્રિસલામાતાના પુત્ર, મહાવીર સ્વામી ! તમે ભવભવમાં મારા સાહેબ થશે અને હું તમારી સેવા કરીશ. તમારાં વચન સંભારતાં મારો ધર્મ પ્રત્યેને સ્નેહ વધે છે. તમારાં વચન મારી ધર્મશ્રદ્ધારૂપી વેલને જલસિંચન સમાન બન્યાં છે. જેવી રીતે કુંપળનું પાલન કરવાથી તેને દેહ પ્રફુલ્લિત થાય છે તેવી . રીતે જે તમારાં વચન પ્રમાણે અમે ચાલીએ છીએ તે અમને સારું લાગે છે, અમને લાભ થાય છે, અને અનંત સુખ પામીએ છીએ. માટે તમારી સાથે પ્રીત કરીશું. જેથી કડીમાં કવિએ ચોવીસીની રચનાસાલ આદિત, કુલગિર, ચન્દ્રમા એ શબ્દો વડે આપી છે. અને છેલ્લી કડીમાં પાતાના ગુરુને પરિચય આપ્યો છે. આદિત એટલે સૂર્ય એ બાર ગણાવવામાં આવે છે, કુલગિરિ છ ગણવવામાં આવે છે અને ચન્દ્ર એક ગણવામાં આવે છે. કેટલીક વાર કવિ સીધા ક્રમમાં તે કેટલીક વાર ઊંધા કમમાં આ સંવત લખે છે અહીં છેલ્લેથી લેવાનું