________________
૪૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી
""
આ સ્તવનમાં કવિ કહે છે, “ હે પ્રભુ ! તમે ભગતવત્સલ છે! મને છેાડવાના તમે વિચાર કરશે, પણ કેમ કરી છૂટાશે? તમારા જેવા સાહેબની સેવા જો નિષ્ફળ જાય તે તેમાં પ્રભુ ! તમે જ કહા કે લાજ કાની જાય ? એમાં સેવકનું શું જવાનું હતું? તમે તમારા ગુણુ દર્શાવીને અમને તમારા તરફ વાળ્યા છે, એટલે અમે તમારા કેડા કેમ કરીને છેડવાના ? જ્યાં વાદળ હોય ત્યાં બપૈયા ‘પિયુ પિયુ' કરીને મુખ માંડવાના જ. જો તમારે મને તમારા પોતાના ગણવા હાય તા હવે ખીજો વિચાર ન કરી. સેા વાતની એક જ વાત કે તમે મારી ભવાભવની પીડા દૂર કરેા. જેની સેવા કરી શકાય એવા તમારા • જેવા ખીજો કાઈ નથી.
શ્રી તેમનાથસ્તવન (પૃ. ૭૦)
ચેાવનયૌવન; પાડુન–પરાણા; થિર-સ્થિર; જયાન્યા-જાણ્યા; સંગાતી–સંગાથી; ધરી ધરી-ધડી ઘડી, ી, ફ્રી; અલપ-અલ્પ.
કવિ આ સ્તવનમાં કહે છે કે યૌવનરૂપી પરાણાને જતાં વાર લાગતી નથી. ચંચલ યૌવન સ્થિર રહેતું નથી એ શ્રી નેમિજિનેશ્વરે બરાબર જાણ્યું હતું. આ સંસારમાં રહીને જાગૃતાવસ્થા કેળવવી જોઈશે. કારણ કે અંતે તે બધાને મરવાનુ જ છે, જે આપણા બાલસંગાથી હતા તે બધા કથાં ગયા? આપણું બાલપણુ કયાં ગયું ? એ બધું જતાં કેટલી ઓછી વાર લાગી? તેવી રીતે નવા વેશ અને નવું યૌવન મળ્યુ. હવાથી બધું નવું નવું લાગે છે, પરતુ તે બધું ભ્રમને લીધે લાગે છે એ સમજી લેવુ જોઈએ. આ દુનિયા પતંગના રંગ જેવી ચંચલ છે. અને માટેજ સસાર અસાર કહેવાયા છે. સંસાર સ્વપ્ના જેવા મિથ્યા છે માટે માણસે હંમેશાં સાવધ રહીને એ સ્વપ્નાને ભ્રમ સમજવા જોઈએ. છેલ્લી કડીમાં કવિ કહે છે કે તેારણથી પાછા કરેલા એવા, શ્રી સમુદ્રવિજયના પુત્ર શ્રી નેમિજિનેશ્વરને મારાં વારંવાર --વંદન હજો !