________________
૪૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
જાણુતાં અજાણતાં મેં પણ કેટલીક શાસ્ત્ર વિરુદ્ધ વાત કરી હશે! જેમ મૂર્ખ માણસ કાગડા ઉડાડવા માટે રન ફેકી દે છે તેમ નજીવી વાત પાછળ મેં મારો આખો જન્મ ખેલાયો છે. જે ધર્મ ભગવંતોએ ભાખ્યો છે તે ક્યાં? અને હું જે કરણું કરું તે ક્યાં ? ગધેડે પિતાની પીઠ પર હાથીની અંબાડી ક્યાં સહન કરી શકે?
આપે જે ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે આચરણ કરવું અઘરું છે એમ લેકે જાણે છે, પણ હું માત્ર મારા પ્રમાદીપણાને લીધે જ તેમ નથી કરતે. કવિએ અહીં માસાતુસનું દષ્ટાન આપ્યું છે.
અનેક ભવના ફેરા ફરતાં ફરતાં મેં જે ત્રણ રત્ન મેળવ્યાં તે પણું મારા પ્રમાદને લીધે મેં કયાંક પાડી નાખ્યાં છે. હવે હું ક્યાં જઈને એને માટે પિકાર કરું ? હું ઉત્કૃષ્ટ ક્રિયા કરું છું. ઉગ્ર વિહાર કરું છું. પરંતુ મારો જીવ ધીરજ ધારણ કરતા નથી. એ તે સંસારની વાસનાઓમાં જ રચ્યાપચ્યો રહે છે,
મને મારી કે ખરાબ વાત કરે તે ગમતું નથી, પરંતુ પારકાંની નિંદા કરવામાં મારાં રાત દિવસ પસાર થઈ જાય છે. ધર્મક્રિયા કરતાં આળસ આવે છે. પરંતુ ધર્મ વિના પ્રવૃત્તિઓમાં ર પ રહીને અંતે નરકમાં ચીસાચીસ કરવા લાગીશ. મારામાં ન હોય તેવા ગુણ જે કોઈ મને કહે છે તે હું ખૂબ હરખાઉં છું, પરંતુ કોઈએ સાચી શિખામણ આપી હોય તે મને રીસ ચડે છે.
મેં જે કંઈ જ્ઞાન મેળવ્યું તેને ઉપગ વાદવિવાદમાં અને ઉપદેશ આપવા માટે કર્યો, પરંતુ મને પિતાને એ જ્ઞાનથી વૈરાગ્ય ન થયો, તે હવે હું કેમ કરીને ભવસાગર તરી શકીશ? સૂત્ર સિદ્ધાંત વખાણતાં અને કર્મનું રહસ્ય સાંભળતાં મારા વાનર જેવા મનમાં ક્ષણેક વૈરાગ્ય ઊપજે છે. હે ભગવંત, તમારી હાજરીમાં હવે હું મન વચન અને કાયા એ એમ ત્રિવિધ રીતે વ્રત લઉં છું. એમાં હવે કોઈ જાતની છટકબારી રાખતા નથી.