________________
૪૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય પ્રસાદી
ભૂતિ રહે છે. તેમની પત્નીનું નામ પૃથ્વી છે. તેમના પુત્ર શ્રીઇન્દ્રભૂતિ છે, જે ચૌદ વિદ્યાના જાણકાર અને વિવિધરૂપવાળી સ્ત્રીઓ જેની સ્પૃહા કરે છે એવા છે તે આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. વિનય, વિવેક, વિચાર વગેરે ઉત્તમ ગુણાના સમૂહથી મનેાહર, સાત હાથના પ્રમાણના દેહ ધરાવનાર અને રૂપમાં જાણે ખીજા ઈન્દ્ર હાય એવા શ્રીગૌતમ સ્વામી શાલે છે. એમણે પાતાનાં નયન, વાણી અને હાથપગ રૂપી કમળો વડે કમળોને પાણીમાં નાખી દીધાં છે. એમનું તેજ એટલું અધુ' ચડિયાતુ` છે કે એ વડે એમણે તારા, ચન્દ્ર અને સૂરજને આકા શમાં ભમતા કરી દીધા છે. પાતાના રૂપ વડે એમણે કામદેવને શરીર રહિત કરી નાખ્યા છે; ધીરતામાં મેરૂ પર્વતની અને ગાંભીયની બાબતમાં સિન્ધુની સુંદરતાને એછી કરી નાખી છે. એમનું રૂપ જોઈ તે લોકા કંઇક ખાલે છે કે જાણે કલિની બીકથી બધા ગુણાતે એકઠા કરીને એમનામાં ન મૂકવા હાય ! એટલે કે એમનામાં બધા ગુણાને સમૂહ એકત્ર થયા હતા. કવિ કહે છે કે અથવા પૂર્વજન્મમાં એમણે ચાક્કસ જિનેશ્વર ભગવાનની પૂજા કરી હશે. રભા, પદ્મા, પાવતી, ગંગા, રતિ એ બધાં ઉજળાં મતે મનેાહર લાગે છે. પણ હકીકતમાં તા વિધાતાએ એમને છેતર્યાં છે. ખરેખર ઉજ્જવળ તે જિનેશ્વર ભગવત જ છે. ઇન્દ્રભૂતિની વિદ્યાનું તે જ એટલું બધું કે એની આગળ કોઇ વિદ્વાન, દેવાના ગુરુ બૃહસ્પતિ કે અસુરના ગુરુ કવિ શુક્રાચાર્ય ટકી ન શકતા. તેએ પાતાના પાંચમે ગુણવાન શિષ્યાના પરિવાર સાથે ચાલે છે. ઈન્દ્રભૂતિ હ ંમેશાં પોતાની મિથ્યા મુદ્ધિથી માહિત થઈ યજ્ઞકાર્ય કરે છે, પણ ભવિષ્યમાં એમની આ મિથ્યાપ્રવૃત્તિ દૂર થશે અને એ નિમિત્તે એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને વિશુદ્ધ કરનાર થશે.
વસ્તુ દ
પહેલી પાંચ ઢાલને અંતે આપેલ વસ્તુછંદમાં કવિએ જે ઘટ