________________
- ZOE સામિ-સ્વામી, ગેયમ-ગૌતમ, મણ-મન; તણ–શરીર; વયણે-વચન; નિસુ–સાંભળો; ભવિયા–ભાવિકજને; દેહ ગેહ–દેહરૂપી ગૃહમાં; દીવદ્વીપ; સિરિ ભરતખિત્ત–શ્રીભરતક્ષેત્ર; ખણુ–ક્ષેણું, પૃથ્વી, મંડન–શોભા; સેણિય-શ્રેણિક, નરેસ–રાજા; રિઉદલ-રિપુલ, દુશ્મનનું સૈન્ય; બલખંડણ–બળને ભાંગનાર. ધણવર-ધન્યવર, શ્રેષ્ઠ; સજજા–શયા, પથારી; વિપ–વિપ્ર, બ્રાહ્મણ; વસઈ–વસે છે; તસુ તેની; પૃહવી-પૃથ્વી ભજ–ભાર્યા, પત્ની, તાણ–તેને, પુર–પુત્ર, અદભૂઈ-ઈન્દ્રભૂતિ, ભૂવલયપૃથ્વીમાં, વિજા-વિદ્યા, વિવિદ–વિવિધ, રૂપ-રૂપ, રંભાવર-રંભાના પતિ, ઈન્દ્ર, કરચરણ–હાથપગ, જણવિ-જેણે, પકંજ-કમળ, રૂ-રૂપથી, મયણ-મદન, કામદેવ, અનંગ-કામદેવ, નિરધાડીય–નિધરિત, નિશ્ચય કરીને; ધીમે-ધેર્યમાં, ચંગિમ–સુંદર; પખવિ-જોઈને; નિરૂવમ– નિરૂપમ, અત્યંત સુંદર, જામ-જેનું; કલિભીત-કલિયુગથી ભય પામીને, અહવા-અથવા; પૂવ્વ–પૂર્વ; જન્મ-જન્મ; ઈણ–એણે; અંચિય–અચિત, પૂજ્યા, રંભા પઉમા ગૌરી ગંગારતિ-રંભા, પદ્મા, ગૌરી (પાર્વતી). ગંગા અને રતિ (કામદેવની પત્ની); વિધિ-વિધાતા; વંચિય–વંચિત; પંચસયા-પચસ; છાત્ર-શિષ્ય; પરવરિઓ-વીંટળાયેલ; ચરણ– ચારિત્ર્ય, નાણ-નાન; દેસણુ-દર્શન; વિસોહીય-વિશુદ્ધ કરીને; સયલસકલ, બધા, નિહાણ–નિધાન, ભંડાર; નીલે-ઝળકો; અતિહિ–અત્યંત; સુજાણુ–સુપરિચિત. .
ભાવાર્થ....મુકિતરૂપી સરોવરમાં જેમનાં ચરણકમલનો વાસ છે એવા શ્રીવીર જિનેશ્વર ભગવાનનાં ચરણેને પ્રણામ કરી શ્રી ગુરુ ગૌતમ સ્વામીને રાસ કહીશું. માટે હે ભવિકજનો ! મન, વચન અને કાયા એકાગ્ર કરી આ રાસ સાંભળો જેથી તમારા દેહરૂપી ગૃહમાં ઉત્તમ ગુણાને સમૂહ આવીને વસે. શ્રી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પૃથ્વીતલની શોભારૂપ મગધ દેશ છે જ્યાં દુશ્મનના દળના બળનું ખંડન કરનાર એવા શ્રીણિક રાજા રાજ્ય કરે છે. તે રાજ્યમાં શ્રેષ્ઠ એવું ગુખર નામનું ગામ છે જ્યાં ગુણોના સમૂહના સ્થાન જેવા શ્રી વસુ