________________
૩૭૪ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી
(૫૩)
શ્રી જસવિયજી ચોવીસી રચના સંવત ૧૭૮૪ પાટણ
તપગચ્છમાં શ્રી સત્યવિજયજી પન્યાસ પરંપરામાં શ્રી ખીમાવિ. જયજીના શિષ્ય થઈ ગયા છે. તેઓશ્રીની વીસી સાદી ભાષામાં અને સુંદર દેશીઓમાં બનાવેલી છે તેની બીજી કૃતિઓ ખાસ જાણવામાં આવી નથી આ સાથે તેમનાં ચાર સ્તવને તથા કલશ મલી કુલ પાંચ કાવ્ય લીધા છે.
શ્રી શાંતિનાથ સ્તવન
સુણે શાંતિજિમુંદારે, તુમ દીઠે આણંદારે, દરટલે ભવફંદા દરીસણ દેખતાં રે. મુદ્રા અને હારીરે, ત્રિભુવન ઉપકારી રે, પ્યારી વલી લાગે સહુને પેખતાં રે. સૌમ્યતાએ શશી તાસીરે, ભમે ઉદાસી રે, આ મૃગ પાસે અધિકાઈ જવતે રે. તેજે ભાણ ભાગોરે, આકાશે જઈ લાગો રે, ઘરે વજાડી રાગ રૂપે મહા રે પરમાણુ જે શાંત રે, નિપની તુમ કાંત રે, ટલી મન બ્રાંત પરમાણું એટલા રે