________________
કે
કે
શ્રી જિનવિજ્યજી
૩૫૫ શ્રી મહાવીર જિન સ્તવન
(૧૦)
(રાગ ધન્યાસી તેરીયાની દેસી) વંદે વીરજિનેશ્વર રાયા, ત્રિસલા દેવી જાય રે, હરિલંછન કંચનવન કાયા, અમરવધૂ હુસરાયા રે વંદે, ૧ બાળપણે સુરગિરિ ડોલયા, અહિવેતાલ હરાયા રે, ઈકહણ વ્યાકરણ નીપાયા, પંડિતવિસ્મય પાયા રે વંદે ૨ ત્રીસ વરસ ઘરવાસ રહાયા, સંયમર્યું લય લાયા રે, બાર વરસ તપ કર્મ અપાયા, કેવળનાણુ ઉપાયા રે વંદેo 8 ખાયકરિદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે ચાર રૂપ કરી ધર્મ બતાયા; ચઉવિહ સુર ગુણ ગાયારે વંદે, ૪ તીન ભુવનમેં આણ મનાયા, દિશદેય છત્ર ધરાયા રે, રૂપ કનકમણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે વંદે, ૫ રયણ સિંહાસન બેસન ઠાયા, દુંદુહિનાદ બજાયા રે; દાનવ માનવ વાસ વસાયા, ભકિત શિશ નમાયા રે વંદે, ૬ પ્રભુ ગુણગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયારે, પંડિત સમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે
વંદે ૭