________________
૩૩ર જૈન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. રાજનગરમાં માસુ રહ્યા. ત્યાં દિલ્હીના શાસનવતી ગુજરાતના નાયબ સુબા તરીકે રત્નસિંહ ભંડારી સં. ૧૭૮૯ થી ૧૭૯૩ સુધી શાસન કરતા હતા. તે સમયે ભંડારીજી શ્રી દેવચન્દ્રજી પાસે આવતા. એક વખત શ્રીમદ્ દેવચન્દ્રજીએ ભંડારીજી તથા મહાજનની વિનંતિથી મૃગીને ઉપદ્રવ શાન્ત કર્યો. ત્યાંથી સં. ૧૭૯૫ પાલીતાણામાં સં. ૧૭૯૬-૯૭ માં નવાનગર (જામનગર) માં ચોમાસું કર્યું, અને ત્યાં જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી ટીકા રચી. નવાનગરમાં ચૈત્યની પૂજા બંધ હતી તે ફરી ચાલુ કરાવી. ત્યાંના ઠાકરને પ્રતિબંધ કરી પાલી તાણું ગયા. સં. ૧૮૦૨માં રાણાવાવમાં રહી ત્યાંથી ૧૮૦૩ માં સુરતમાં ચોમાસું કરી ત્યાંથી શેઠ શ્રી કચરા કીકાના સંધમાં પાલીતાણું ગયા અને ત્યાં શ્રી સિદ્ધાચલજીનું સ્તવન બનાવ્યું જે અન્યત્ર આપેલું છે.
પાલીતાણાથી પાછા વિહાર કરી સં. ૧૮૦૫-૬ માં લીંબડી, ધાંગધ્રા, ચૂડા વગેરે સ્થળે ચાતુર્માસ કરી પ્રતિષ્ઠાઓ કરાવી. સં. ૧૮૧૦ માં ફરીવાર સુરતથી શેઠ કચરા કીકાએ તેમના ઉપદેશથી પાલીતાણાને સંધ કાઢયો ને તેઓશ્રી સાથે પધાર્યા. શત્રુંજય પર્વત ઉપર સાઠ હજાર સદ્વ્યય કરી જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ૧૮૧૧ માં લીંબડી આવી પ્રતિષ્ઠા કરી. ત્યાંથી સં. ૧૮૧૨ માં રાજ - નગર આવ્યા. અને ત્યાંના શ્રી સંઘે વાચક પદવી આપી. તેજ વર્ષે ૬૬ વર્ષની ઉમરે ભાદરવા વદ ૦)) ને દિવસે સ્વર્ગવાસી થયા.
શ્રી તપગચ્છના શ્રી ખિમાવિજયજીના શિષ્ય શ્રી જિનવિજયજીએ શ્રી દેવચન્દ્રજી પાસે વિશેષાવશ્યક તથા બીજા સૂત્રો અવધાર્યા હતા. તેમના વિદ્વાન શિષ્ય શ્રી ઉત્તમવિજયજી એ પણ તેમની પાસે અભ્યાસ કર્યો હતો. આ બધી હકીકત શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ - તથા શ્રી જિનવિજ્ય રાસમાં છે.
તેઓએ શ્રી સિદ્ધાચલજીમાં અનેક પ્રતિષ્ઠા કરાવી છે તથા અમદાવાદમાં સહસ્ત્રફણાની, પાટણમાં તગરશેઠે સહસ્ત્રકુટની રચના કરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. નવાનગરમાં ઢંકાને પ્રતિમા પૂજક બનાવ્યા