________________
શ્રી દેવચંદ્રજી
૩૩
વાચક શ્રી દેવચન્દ્રજી છે (ચોવીસી રચના સંવત ૧૭૭૫ આસપાસ) છે.
લેખનકાળ ૧૭૬૬ થી
મહાન અધ્યાત્મ જ્ઞાની ભેગી શ્રી જિનપ્રતિમાના અથાગ પ્રેમી શ્રી દેવચન્દ્રજીનો જન્મ સં. ૧૭૪૬ માં ચંગ ગામમાં થયું હતું. તેઓની ચાવીસી તત્ત્વજ્ઞાન અને ભક્તિરસથી ભરપૂર છે. અને ખાસ મનન કરવા દે છે. તેઓશ્રીને પાટણમાં શ્રીજ્ઞાનવિમલસૂરિ સાથે મેળાપ થયો હતો અને સૂરિજીને તેમની વિદ્વતાથી ઘણો જ આનંદ થયે હતો, અને પાટણમાં શાહની પિળમાં ચોમુખવાડી પાસે જિનાલયમાં સહસ્ત્રકુટ જિનના નામ સૂરિજીને સંભળાવે છે. અને નગરશેઠ તેજસિંહ, દેસી આશ્ચર્યચકિત થાય છે.
તેઓશ્રીએ બેલાડા ગામમાં રમ્ય વેણ તટે ભૂમિગૃહમાં સરસ્વતીની આરાધના કરી શાસ્ત્રાભ્યાસ કર્યો. પડાવશ્યક સૂત્ર, નૈષધાદિ, પંચકાવ્ય નાટક, તિષ, કષ, કૌમુદી, મહાભાષ્યાદિ વ્યાકરણે, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યક બહવૃત્તિ, સિશેષાવશ્યક. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય અને શ્રીયશોવિજયજીના ગ્રન્થ, છ કર્મ ગ્રંથ, આદિ અનેક શાસ્ત્રોની જૈન-આમ્નાયથી સુગન્ધ લઈ મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં પરિણમાવ્યું. સં. ૧૭૬૬માં મુલતાનમાં ધ્યાનદીપિકા લખી. ૧૭૬૭માં દ્રવ્ય-પ્રકાશ ર. સં. ૧૭૭૬ માં મરોડમાં આગમ– સારદ્વાર ગ્રંથ બનાવ્યો. ત્યાંથી ૧૭૭૭માં પાટણ આવ્યા. આ અરસામાં તેઓએ ક્રિાદ્ધાર કર્યો અને પછી અપરિગ્રહ ઉપર ભાર મૂકે. સં. ૧૭૭૯ માં ખંભાતમાં ચોમાસું કર્યું. પછી શ્રી શત્રુંજય. ઉપર જીર્ણોદ્ધારનું કામ કરાવ્યું. સં. ૧૭૮૧-૮૨-૮૩-૮૪ અમદાવા દમાં રહ્યા. સં. ૧૭૮૫-૮૬-૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી.