________________
ર૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહિ વિષયા રસે એક મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે એ. આ૦ ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનક-સુતા સીતા સતી એ જગ સહુ જાણે ધીજ કરંતા, અનલ શીતલ થયે શિયળથી એ.
આદિ. ૧૦ કાચે તાંતણે ચાલણી બાંધી, કૂવા થકી જળ કાઠિયું એ કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપાબાર ઉઘાડિયું એ.
આદિ. ૧૧ સુર-નર-વંદિત શિયલ અખંડિત,શિવા શિવપદ-ગામિની એક જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. આ૦૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામની કામિની એક પાંડવ માતા દશે દિશાહની, બહેન પતિવ્રતા પદ્મિની એ. આ. ૧૩ શીલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધ તેહને વંદીએ એ; નામ જપતા પાતક જાએ, દરિસણ દુરિત નિકંદીએ એ.
- આદિ. ૧૪ નિષધા નગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહની એ; સંકટ પડતાં શિયળ જ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ.
' આદિ ૧૫ અનંગ-અજિતા જગ-જન-પૂજિતા, પુષ્પચૂલાને પ્રભાવતી એ; વિશ્વ-વિખ્યાતા કામિત-દાતા, સોળમી સતી પદ્માવતી એ.
આદિ. ૧૬ વીરે ભાખી શાત્રે સાખી, ઉદયરત્ન ભાખે મુદાએ; વહાણું વાતાં જેનરભણશે, તે લહેશે સુખ-સંપદાએ આ૦ ૧૭