________________
૨૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(૪) (મારી સહીરે સમાણી-એ દેશી) નિરમલ નીરે અંગ પખાલી, પહેરો ખીરેદક સાડી રે.
માહરી સહીરે સમાણી. બાવના ચંદન ભરીય કચોલી, પાસ પૂજે ભંભર ભેલી રે.
ચંપક કેતકી માલતી મગર, માંહિ બલસિરી સુખકારી રે; મારા લાખીણાં ટેડર કરી જિનવર, કંઠે ઠો જયકારી રે. મા૨ કર ગ્રહી વિણ વેણ મૃદંગા, હાથે દીઓ એક તાલી રે મા, નવ નવ રાગ મિલાવત ગાવત, જિનગુણ રંગ રસાલી રે.
મા. ૩ મન વાંછિત સુખ સુરતરૂ કંદ, વામા નંદન વંદો રે, મારા નિરખત નેહ અમીરસ વરષત, જસ મુખ પુનમચંદે રે.
મા૦ ૪. પ્રાણપિયારે મેહનગારે, મારું મનડું મહીને લીધું રે; મારા દેખતહી નયણે નેહ લાગે, જાણું કામણુડું કાંઈ કીધું રે.
મા૦ ૫ અંતરજામી સાહિબ સેતી, જાણું ખિણ એક દૂર ન થાઉં રે; માત્ર અહનિશિ ચરણ કમલ આરાધું, બલિ જાઉં તે સુખ પાઉં રે.
શ્રી લાવણ્યવિજય ગુરૂરાયા, પાસ પરમેસર ધ્યાયા રે મારા પંડિત મેરવિજય ગુરૂ શિષ્ય, વિનીતવિજય ગુણ ગાયા રે.
મા૦ ૭