________________
૧૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૨૨)
m
શ્રી જ્ઞાનવિમલસૂરિ.
(ચેવીસી રચના-૧૭૫૦-આસપાસ.)
શ્રી વીસા ઓસવાલ વંશમાં પિતા શ્રી વાસવ શ્રેષ્ઠિ તથા • માતા કનકાવતીના સુપુત્ર નાથુમલ્લને જન્મ સ′૦ ૧૬૯૪ માં ભિન્નમાલમાં થયા હતા. પતિ ધીવિમલ ગણુ પાસે દીક્ષા સં ૧૭૦૨ માં લીધી. નામ શ્રી નયવિમલ' રાખ્યું. શાસ્ત્રાભ્યાસ શ્રી અમૃતવિમલ ગણિ કવિરાજ તથા શ્રી મેરુવિમલ ગણિત કવિરાજ પાસે કર્યાં. વિ॰ સ૦ ૧૭૨૭ ધાણેરાવ ગામમાં . પંડિત પદ્મ શ્રી વિજયપ્રભસૂરિએ આપ્યું'. તેના ગુરુ ૧૭૩૯માં કાલધમ પામ્યા. તે વખતના સર્વાં ગીતા'એ એવા વિચાર કર્યું કે હાલમાં સવિજ્ઞ જ્ઞાનક્રિયા વૈરાગ્યાદિ ગુણ્ણાએ સ`પૂણ' અને સૂરિપદને યાગ્ય શ્રીમાન્ પ॰ નયવિમલજી ગણિ છે. તેથી તેઓએ શ્રી વિજયપ્રભસૂરિ મહારાજને તેમને સૂરિપદ અર્પણ કરવા વિનંતિ કરી તે તેઓશ્રી પાટણથી વિહાર કરી સડેસર (સડેર) ગામમાં પધાર્યાં ને સં ૧૭૪૮ માં કાગળુ સુદિ પાંચમને ગુરુવારે શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞાથી શ્રી મહિમાસાગરસૂરિજીએ આચાય પદ શ્રી નયવિમલગણિને આપ્યું. અને શ્રી જ્ઞાનવિમલસૂરિ એવું નામ સ્થાપન કર્યું. શ્રેષ્ઠિવ નાગજી પારેખે પ્રદાન મહેાત્સત્ર કરી સધળા ખર્ચ કર્યો.
મુખ્ય વિહાર સુરત, ખંભાત, રાજનગર, પાટણું, રાધનપુર, સાદડી, ધાણેરાવ, સિરાહી, પાલીતાણા, જુનાગઢ વગેરે સ્થળે કર્યાં હતા. શ્રીમાન મહે।પાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રીમાન મહાપાધ્યાય શ્રી યશોવિજયજી, તથા શ્રીમાન્ ૫૦ ઋÊિવિમક્ષ ગણિએ પ્રાયઃ