________________
૧૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી નેમિજિન સ્તવન.
(ઢાળ-કાગની) સમુદ્રવિજય શિવાદેવી, નંદન નેમિકુમાર, સુરીયપુર દશ ધનુષનું, લંછન શંખ સફાર એક દિન રમત આ, અતુલી બળ અરિહંત, જિહાં હરિ આયુધશાળા, પુરે શંખ મહંત. ...... હરિ ભયભરિ તિહાં આવે, પેખે નેમિ જિર્ણોદ, સરિઓં શ્રમબળ પરઍ, તિહાં તે જિનચંદ, આજ રાજ એ હટશે, કરશે અપયશ સૂરિ, હરિ મને જાણ આણી, તવ થઈ ગગને અરિ. ૨ અપરણે વ્રત લેશે, દેશે જગ સુખ એહ, હરિ મત બહેઈહે, પ્રભસ્ય ધમસનેહ, હરિ સનકારીનારિ, તવ જન મજ્જન અંતિ, માન્યું માન્યું પરણવું, ઈમ સવિ નારિ કહેંતિ. ગુણમણિ પેટી પેટી, ઉગ્રસેન નૃપ પાસ, તવ હરિ જાયેં માચૅ, માથે પ્રેમવિલાસ; તુરદિ વાજે ગાજે, છાજે ચામર કંતિ, હવે પ્રભુ આવ્યા પરણવા, નવનવા ઉછવ હૃતિ. ૪ ગેખે ચઢી મુખ દેખે, રાજમતી ભર પ્રેમ, રાગ અમીરસ વરસે, હરખેં પંખી નેમ; મન જાણે એ ટાણે, જે મુઝ પરણે એહ, સંભારે તે રંભા, સબળ અચંભા તેહ.