________________
૧૨૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. એસી આનંદ દશા પ્રગટી ચિત્તઅંતર,
તકો પ્રભાવ ચલત નિર્મળગંગ; વાહીગંગ સમતામિલ રહે, જશવિજય ઝીલત તકે સંગ.
એરી. ૨
તેઓશ્રીએ એકસો ઉપરાંત ગ્રન્થ, લગભગ બે લાખની રચના કરેલી છે. ઘણાં ગ્રન્થ અલભ્ય છે. આ સાથે તેઓના ૧૫ સ્તવને તથા બે પદ મળી કુલે સત્તર કાવ્યો પ્રસિદ્ધ કરીએ છીએ.
તેઓશ્રીનું સમગ્ર જીવન જ્ઞાનની ઉપાસનામાં પુરું થયું છે ને તે કાર્ય કરવાની કેવી લગની હતી તે માટે તેમના શિષ્ય શ્રી હેમવિજય જણાવે છે.
ગુરુશ્રી માટે અત્યંત ધ્યાન દઈ પથ્ય ગોચરી લાવતા અને તેનો ઉપયોગ કરવા ગુરુ સામે આજીવભાવે વિનવણી કરતાં હાથ જોડી ઉભા રહેતાં ત્યારે જવાબ મળસે કે-“જરા થંભ, આટલી પંકિત સુધારી લઉં, આ જરા પુરૂં કરી લઉં, આ મને આમ ઘણે સમય જતાં હેમવિજય શ્રુત સમાધિસ્થના હાથમાંના પાનાં ખેચી લઈ હાથ ઝાલી ઉઠાડી, આહારપાણી પાસે લઈ જઈ, ત્યાં બેસાડી, પોતે સામે બેસી યુકિત-પ્રયુકિતથી આહાર કરાવતા. આ હતી તેમની તભકિત ઉપા. માનવિજયજીએ પિતાને ધમસંહ ગ્રન્થ ઉ૦ શ્રી યશોવિજયજી પાસે તેમને મુતકેવલી માની શોધાવેલે.
આ મહાન જ્યોતિધરનો સ્વર્ગવાસ સંવત ૧૭૪૩ માં શ્રી હાઈ ગુજરાતમાં થયો જણાય છે. જેમાં તેમની પાદુકા પધરાવેલી આજે વિદ્યમાન છે. તેમનાં દર્શન કરી આત્માને પાવન કરીએ.
જ્યાં આચાર્ય શ્રી મેહનસૂરિજી મહારાજ સુશિષ્યોના પ્રયાસથી એક ભવ્ય ગુરુમંદિર તૈયાર થયું છે.