________________
મહોપાધ્યાય શ્રી માનવિજયજી.
૧૧૩
કે મહાપાધ્યાય શ્રી માનવિજયજી. |
(વીસી રચના-૧૭૨૫ આસપાસ.) શ્રી તપગચ્છમાં શ્રી વિજય આણંદસૂરિના શિ. શ્રી શાંતિવિજયજીના શિષ્ય મહોપાધ્યાય શ્રીમાનવિજયજીને જન્મ–તથા સ્વર્ગવાસ તીથિ મલી નથી. તેઓ મહાવિદ્વાન હતા. અમદાવાદના પ્રસિદ્ધ આગેવાન શ્રીમાલી શેઠ શાંતિદાસ (ઝવેરી શાંતિદાસ શેઠથી ભિન્ન) ની પ્રાર્થનાથી સંવત ૧૭૩૧ માં તેઓશ્રીએ શ્રી ધર્મસંગ્રહ નામનો એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો જે ગ્રંથ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની પાસે તેઓને શ્રુતકેવલી માની શોધાવ્યો હતો. તેઓશ્રીની ગુજરાતી ભાષામાં બનાવેલી ચોવીસીની રચના ઘણું સુંદર છે. તથા ગુજરાતીમાં શ્રી નવિચાર રાસ પ્રસિદ્ધ છે. તેઓની સાહિત્ય-રચના નીચે મુજબ - ૧. શ્રી ગજસુકુમાર રાસ. ૨. શ્રી નયવિચાર રાસ. સં. ૧૭૩૧ ૩. શ્રી સિદ્ધચક્ર સ્તવન. ૪. શ્રી નવતર પ્રકરણ વિવરણ. ૧૭૩૫ ૫. સુમતિ-કુમતિ સ્તવન. ૧૭૨૮ ૬. શ્રી ગુરુતત્વ પ્રકાશ. ૭. શ્રી ધર્મ સંગ્રહ સં. ૧૭૩૧
શ્રી વી.સી. શ્રી ધર્મસંગ્રહનું ભાષાંતર શ્રી ભદ્રંકરવિજયજી મારફતે છપાયું છે. જેમાં શ્રી સાધુધર્મ તથા શ્રી શ્રાવકધર્મનું વર્ણન છે. આ સાથે તેના પાંચ સ્તવને આપ્યા છે.
શ્રી ગષભદેવ જિન સ્તવન.
(રાગ-પ્રભાતી.) રષભ જિર્ણોદા રાષભ જિમુંદા,
* તુમ દરિસણ હુએ પરમાણુંદા