________________
-ર્શનની પરિભાષા અનુસાર “ભાવમરણ” દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યનું થઈ રહેલું છે, મતલબ કે જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યની ક્ષણે ઓછી થતી જાય છે. આવી પરિસ્થિતિમાં જે કે ભારતવર્ષનાં સર્વદર્શનમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે. સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે એટલું જ નહિં પણ નીતિ અને ધર્મને અનુસંતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે, તેમાં આવેલી માનસિક અને આધ્યાત્મિક સંપત્તિ મનુષ્ય પોતાના જીવનમાં સમન્વિત કરે, તો મનુષ્ય સંસ્કારી બને છે, સંસ્કાર જીવનનું ઘડતર કરે છે, પ્રગતિના માર્ગે લઈ જઈ આત્માને જાગ્રત કરે છે અને ગુણોનો વિકાસ કરી આદર્શ મનુષ્ય બનાવે છે; સાહિત્યમાં પણ કાવ્ય સાહિત્યને જીવન સાથે અનંતર સંબંધ છે. કાવ્યસાહિત્ય લાગણીને સ્પર્શ કરનાર હોઈ
જીવનને એકદમ રસમય બનાવે છે. પરંતુ તે સિનેમાના ગાયનો કે - ભેગવિલાસ વધારનારૂં સાહિત્ય નહિં. જે કાવ્ય સાહિત્ય આત્માને મન વચન કાયાની એક્તા કરાવી કલ્યાણપ્રિય પ્રવૃત્તિ તરફ દોરી જાય, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર-વૈરાગ્યના ગુણેનો વિકાસ કરે તે જ સાચું સાહિત્ય છે, આવું સાહિત્ય જીવન જીવતાં શીખવે છે, શુભ આચાર, શુભ વિચાર અને વિવેક દષ્ટિને વધારે છે, ધર્મ બુદ્ધિને જાગ્રત કરે છે, પાપ તરફ તિરસ્કાર બતાવે છે, ભોગવિલાસને ભુલાવે છે, વૈરાગ્ય પ્રકટાવે છે, ચારિત્રને ઘડે છે. પૂર્વત પાપોને પશ્ચાત્તાપ કરાવે છે, પ્રભુ ભક્તિનું માહાસ્ય સમજાવે છે અને તેમાં તરબોળ કરાવે છે, મૈત્રી વિગેરે ભાવનાએ વહેવરાવે છે અને છેવટે આત્માને ઉત્કર્ષ સાધી પરમાત્મપદ પ્રકટાવે છે. .
આધ્યાત્મિક કાવ્ય સાહિત્ય અંતર્મુખવૃત્તિ ઉત્પન્ન કરે છે. રાગદ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં પ્રભુભક્તિ દ્વારા મનની સ્થિરતા વડે જે જે અંશે સધ અને આત્મરમણતા થાય અને શ્રીમદ્દ ઉ. યશોવિજયજીના શબ્દોમાં “ભક્તિ તે કામણ તંત' અને તેને અંતર્મુખવૃત્તિ કહેવાય છે; પૂર્વ પુરુષોની કાવ્ય સૃષ્ટિ અનેક