________________
વથા અવચેષ પાર્થ અર્થત કલેશેવડે સંકળાયેલ આ માનવ જન્મમાં તેવો પ્રશસ્ત પ્રયત્ન કરવો કે જેથી કર્મરૂપ કલેશને સદંત અભાવ થાય—આ માનવ જન્મનું રહસ્ય છે.”
તત્વાર્થસૂત્રમાં કહેલા નુ નાન રાત્રિાદિ મોક્ષમાર્ગ એ સૂત્રાનુસાર વ્યવહાર અને નિશ્ચય દષ્ટિબિંદુથી સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછીનું જ્ઞાન મુક્તિ પ્રાપ્તિ માટેની ગણત્રી વાળું બને છે, અને તે જ્ઞાન વિરતિ–ગુણ ઉત્પન્ન કરાવી મુક્તિના સીધા માર્ગ ઉપર પ્રમાણે મુકે છે. માનવજન્મ પુરુષાર્થ પ્રધાન છે, પરંતુ આંતર જગમાં.. જિનેશ્વરની ભક્તિમાં તદ્રુપ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી અધ્યાત્મદૃષ્ટિથી પુરુષાર્થની પ્રધાનતા અનેક ગણું વધી જાય છે. તે માટે તત્વ સ્વરૂપ જાણવાની આવશ્યકતા ઊભી થાય છે. આત્મા અને તેને વિરોધી કર્મભાવે આ બન્નેનું સ્વરૂપ તેમજ કમ ચેતના, કમકડા. ચેતના અને જ્ઞાન ચેતનાનું પૃથકકરણ (Analysis) જાણવા પછી. સ્વભાવ તરફ પુસ્નાર્થ કર સુગમ પડે છે અને તે પછી ક્રિયામાં મુકાય છે; અનાદિકાળથી આ આત્મા પરવસ્તુમાં રમણ કરતા આવ્યા છે; પિતાનું શ્રેય શું છે? પિતાને આત્મવિકાસ કરવો યુક્ત છે કે નહિ? અને હેય તો કેવી રીતે થાય? એ સંબંધી એને વિચારો. આવ્યા નથી, પરંતુ પૂર્વ પુણ્યગે માનવજન્મ, આર્યકુળ, પચેદિય સંપૂર્ણતા, જૈનધર્મને સુગ, શુદ્ધ દેવ ગુરુ ધર્મની પ્રાપ્તિ, શાસ્ત્રશ્રવણ અને તેમાં રુચિ પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ ન કરે તો અમૂલ્ય માનવ જન્મ નિરર્થક બને તેમાં આશ્ચર્ય નથી. પાંચ કારણો મળે ત્યારે કાર્ય થાય એ સૃષ્ટિને નિયમ છે પરંતુ તે કારણોમાં મુખ્ય પુરુષાર્થ છે; પુરુષાર્થ કરે તેજ શીધ્ર મુક્તિ પ્રાપ્ત થાય. આત્માની શક્તિઓને એક સરખે વિકાસ સાધ્ય વગર કઈ પણ સુંદર ફળ પ્રાપ્ત કરી. શકાય નહિ.
આ રીતે મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે, જેન: