________________
=
=
૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. નાભિનારનાથ સુત સમરણે, ઈમ ભણે વિનય કરજેડી રે.
વિમલ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન.
(૩) શાંતિ જિનેસર સોલ, પાંચમો ચકવતિ જાણે રે; ચોસઠ સહસ વધૂ ધણી, પ્રણમે ષખંડ રાણે રે. શાં. ૧ ઘેર વિઘન ઘન સંહરે, જિમ પરચંડ સમીર રે; દુઃખ દાવાનલ એલવે, જિમ નવ જલધર નીર રે. શાં ૨ કીતિ વિજ્ય ઉવઝાયને, વિનય વદે ઈમ વાણી રે; શાંતિ જિનેસર સેવના, અવિહડ પુણ્યની ખાણ રે. શાં ૩
શ્રી નેમિનાથ સ્તવન.
સામલીયા નેમજી, પાતલીયા નેમજી;
સેભાગી નેમજી, રંગીલા નેમજી. (આંકણી) નેમ હિયેરે વિમાસો, કાંઈ પડે રે વરસો; જબકે ચું નાસો, મુજ પડે રે તરાસો. સામ ૧ નેમ હું તોરી દાસી, જુઓ વાત વિમાસી; ઈમ જાતાં હે નાસી, જગે થાશે હે હાંસી. સામ- ૨ એક વાર પધારે, વિનતિ અવધારો; મુજ મામ વધારે, પછે વહેલા સિધા. સામ૦ ૩ શિવનારી ધૂતારી, સાધારણ નારી; મુજ કીધી શુ વારી, નેમિ લીધે ઉદારી. સામ- ૪