________________
શ્રી ભાવવિજયજી ઊવઝાય.
-
-
|
શ્રી ભાવવિજયજી જીવઝાય.
!
(લેખનકાલ, ૧૬૭૯ થી ૧૭૩૫ પ્રા) ચાવીસી રચના-સં. ૧૭૦૯.
શ્રી તપગચ્છમાં શ્રી વિજય આણંદસૂરિની પાટે, મુનિ વિમળના શિષ્ય આ મુનશ્રી થઈ ગયા છે, તેઓશ્રીએ ચોવીસી શ્રી ખંભાત બંદરમાં રચી છે. દરેક સ્તવને સુન્દર રાગરાગણમાં રચાયા છે. તેમની વીસીના સ્તવનેમાં દરેક તીર્થકરોની નીચે પ્રમાણે હકીકત આવે છે.
૧. માતા, ૨. પિતા, ૩. લંછન, ૪. વર્ણ ૫. તનુમાન, ૬. આયુ, ૭. વક્ષ, ૮. યક્ષિણિ, ૯. વંશ, ૧૦. નગરી, ૧૧. આયુષ્ય અને ૧૨. નામ.
તેઓશ્રીએ ખંભાતમાં, સવંત ૧૭૧૬-૧૭૧૭ શ્રી ચિંતામણપાર્શ્વનાથ તથા શ્રી નારિંગપુર પાસની પ્રતિષ્ઠા કરાવી છે. તેઓ વિદ્વાન સંશોધક હતા. તેઓ સમર્થ વિદ્વાન હોવાથી બીજા વિદ્વાનો પિતાની કૃતિનું સંશોધન તેમની પાસે કરાવતા શ્રી જયવિજયજીની કપદીપિકાનું સંશોધન તેઓએ કર્યું છે. તેમજ ઊ૦ શ્રી વિનય. વિજયજીની ક૯૫સુબાધિકા પણ તેઓએ શેાધી હતી. તે કલ્પસૂત્રની ટીકા શ્રી વિનયવિજયજીએ સં. ૧૬૯૬ માં રચી હતી. તેમજ શ્રી વિનયવિજયજીને ૧૭૦૮ માં જુનાગઢમાં પૂર્ણ કરેલો મહાગ્રન્થ લોકપ્રકાશ પણ તેઓએ શોધી આપ્યો હતો. આ સાથે તેઓને પાંચ સ્તવને આપ્યા છે.