________________
પ્રકાશકનું નિવેદન
સંવત ૨૦૧૩માં શ્રી સંભવનાથ સ્તવનાવલી અને શ્રી સંભવનાથ ચરિત્ર અમારા કુંડ તરફથી ગ્રંથાંક ૧૧ તરીકે પ્રસિદ્ધ કર્યા પછી ગ્રંથાંક ૧૨ તરીકે આ પુસ્તક પ્રકાશન કરતાં અત્યંત આનંદ થાય છે.
શ્રી પાંચ મંગલીક તીથ કરા શ્રી રૂષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી તેમનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામી એમ પાંચ તી - કરાના જુદા જુદા અઠ્ઠાવન જૈન કવિરત્નેાના રચેલા સ્તવનેાના સંગ્રહ તથા તે તે મુનિવરાને સંક્ષિપ્ત જીવન પરિચય પણ આપવામાં આવ્યેા છે. સાથે સાથે આ સ્તવનેાની સમજૂતી કરાવી તે પણ પ્રકાશિત કરવામાં આવી છે.
આ કુંડના મુખ્ય ઉપદેશ જૈન સાહિત્ય છપાવી પ્રસિદ્ધ કરવાના છે અને સાહિત્ય પ્રચાર માટે સસ્તી કીમતે વેચવાના છે. શરૂઆતમાં શ્રી અભયકુમાર ચરિત્રના ત્રણ ભાગ તથા શ્રી કુમારપાળ ચરિત્રના એ ભાગ તથા શ્રી વૈરાગ્ય રસ મજરી. શ્રી આનંદ સુધાસિન્ધુ એ ભાગ, વિગેરે પુસ્તકા પ્રસિદ્ધ કરી સમાજ સન્મુખ રજુ કર્યાં છે.
આ પુસ્તકમાં પ્રાચીન મુનિવરેા રચિત કાવ્ય પ્રાસાદિ સમજૂતી સહુ આપવામાં આવી છે એવા જ સંગ્રહ આવતી સાલ પ્રગટ કરવાની ભાવના છે. જે આ કાવ્ય પ્રાસાદિના ખીજા ભાગ તરીકે પ્રસિદ્ધ થશે.
આશા છે કે જૈન સમાજ અર્માંરા આ પ્રયાસને સહકાર આપશે. પરમ પૂજ્ય આગમાહારક સાક્ષર શિરામણી આચાયૅ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાંદ સૂરિશ્વરજીના આભાર માનતાં અમેને અત્યંત આનંદ થાય છે તેઓશ્રીના ઊપદેશથી જ આ ફ્રેંડ સ્થાપવામાં આવ્યું છે.
1
ગાપીપુરા, સુરત સંવત ૨૦૧૬
લી.
ભાઇચંદ્ન નગીનભાઇ જવેરી અને ખીજા