________________
શાસનની શોભાની વૃદ્ધિ કરશે જેથી જૈન ભાઈઓને લાભનું કારણ થશે. એવા મુનીશ્રાએ આ પુસ્તક તૈયાર કરવામાં શા. મણીલાલ ન્યાલચંદને તેમના વખતને પૂર્ણ ભોગ આપી તથા તેમાં જોઈતી વિદ્વતાની મદત આપી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેથી આ સ્થળે તેમને ઉપકાર માનવામાં આવે છે.
આ પુસ્તકનું ભાષાંતર કરવામાં શા. મલાલ ન્યાલચંદને તેઓના મિત્ર શા. મોહનલાલ મહાસુખરામ. કે. ઘાંચીની પોળ સામે ડાઇની ખડકીના રહેનારે પણ સારી વિઠતાની મત આપી છે તેથી આ સ્થળે તેમને પણ ઉપકાર માનીએ છીએ.
૧ લી મેહનલાલ મગનભાઈ ઝવેરી.