________________
યોગીરાજનું વચન અંગીકાર કરે છતે પછી તે મુસાફરનું દારિદ્ર રૂપી વૃક્ષ તેને નાશ કરવાને ઐરાવત હસ્તી સમાન એવી રૂદતી પ્રમુખ ઔષધીઓને જંગલમાં લઈને તે ભેગી તેને ઓળખાવતે હો. તે ઔષધીઓનો રસ બનાવીને તેમાં અડધે પારો મેળવીને તે મિશ્રણ કરેલી વસ્તુ પાત્રમાં નાંખીને તે યોગી અગ્નિમાં મુકતો હ. તે વારે સાડાસોળ વાનકીનું સુવર્ણ થયું, વળી તેને પ્રતીતિ કરાવવાની ખાતર તે શ્રાવકની પાસે ફરીને પણ તે યોગી તે પ્રમાણે કરાવતે હ. અહ કેવું આશ્ચર્ય ! એક વિલક્ષણ બનાવત સાંભળો ! તે સુવણેને તાપમાં રાખ્યું હોય તે રક્તતા યુકત દેખાય છે, અને છેદન કરવા વડે કરીને શ્વેત વર્ણ યુક્ત જણાય છે, ત્યારે કસોટીએ કસવા થકી ચંપાના ફુલ સરખુ પીત વર્ણ વાળુ માલુમ પડે છે, સુંવાળું, ભારે અને સ્નીગ્ધ એવા શુભ વર્ણયુક્ત સુવર્ણની સિદ્ધિ પિતાને પૂર્વના પુણ્યબળના પ્રતાપે આ શ્રાવક ભાઈને અધિક અધિક પ્રગટ થતી હતી.
ગીરાજે પણ તેને સુવર્ણસિદ્ધિ કુલીભૂત થયેલી જાણું યાચકનાં દારિદ્ર છેદન કરવાનું યાદ દેખાવી ઘેર જવાને માટે તેને રજા આપો હવે, આપણો વાર્તાનો નાયક પણ હર્ષલન થયો પિતાનું ઇચ્છિત ફલીભૂત થયું જાણી વિચાર કરતો પિતાના નગરના માર્ગ તરફ આવતા હો, આહ! દેદાશાહ તુ સર્વથી ભાગ્યવાન નીકળે ! અરે ! સ્વલ્પ સમયમાં જ તારી ભાગ્યશાનાં ભયંકર ચક્ર કોણ જાણે ક્યા વાતાવરણમાં ઝંપલાઈ ગયાં ! હે ! દૈવને અનુકુળ થતાં આતો વાર પણ લાગી નહિ! જે કદાચ દૈવ અનુકુળ હેય તો માણસોને શું શું નથી મળતું ! અહા ! જે વખતે ઘરનાં બારણને તે ત્યાગ કર્યો, નગરીને આખર વખતના અંતિમ જુહાર કર્યા, તે વખતે શું અસાડ ને શ્રાવણ તારી આંખોમાં જ નહોતા જણાતા ! હે દેદાશાહ ! શું તને પુનઃ આશા હતી કે આ નગર તું ફરીને જોઈ શકીશ ! પણ નિશ્ચય જે દઈને ભારે પીછો પકડયો હતો, અને જે દૈવ મને દુઃખરૂપી દરિયામાં ડુબકી લેવડાવતું હતું, તેજ દેવે અત્યારે મને દુઃખમાંથી બચાવ્યો છે, તેણે જ મને સહાય કરી કીસ્મતી મદ આપી આ જગતમાં દરિદ્રતારૂપી તોફાને ચડેલા ભયંકર સમુદ્ર થકી મારો ઉદ્ધાર કર્યો છે. ખરેખર આતો કુદરતને જ કાનુન છે, માણસને દુઃખ પણ દેવ આપે છે ને સુખ પણ આપ