________________
Second Pro
Dt. 31-3-2016 : 8%
• મહાવીર હર્શન - મહાવીર તથા •
પ્રતિભાવ :
પરિશિષ્ટ-4 ]
પ્રો. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા સંગીતમય મહાવીર કથા. - શ્રી મધુભાઈ પારેખ, સ્વાધ્યાયકાર, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, રાજકોટ
(ચેરમેન, કાર્યક્રમ આયોજન સમિતિ)
મહાવીર જયંતી ૧૬-૪-૨૦૧૧ના દિને બોરડી-દહાણુમાં જૈન ઉપાશ્રય-છાત્રાલય સાગર તટે શાંત વાતાવરણમાં યો.યુ. સહજાનંદઘનજીના મહોત્સવ પ્રસંગે ટોલિયા દંપતી દ્વારા શ્રોતાઓને તલ્લીન કરતી મહાવીર કથા બાદ રાજકોટ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર પર તેની રજૂઆત વિશેષ પ્રભાવ મૂકી ગઈ.
શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ દિન મહોત્સવ નિમિત્તે ગુરુવાર દિ. ૨૧-૪-૨૦૧૧ના સવારના સ્વાધ્યાયમાં પ્રા. પ્રતાપકુમાર ટોલિયાનું “શ્રીમદ્ રાજચંદ્રજી-સમર્પિત યો.યુ.શ્રી સહજાનંદઘનજી” વિષયક મનનીય પ્રવચન થયું ત્યાર પછી તે જ સાંજે-રાતે આ દંપતીએ ધ્યાનસંગીતમય “મહાવીર કથા” રજૂ કરી. સારો યે સમય બધા શ્રોતાઓ અંતર્મુખ બની ભગવાન મહાવીરના જીવનમાં ડૂબેલા રહ્યાં. સતત સજગ, આત્મસ્થ ભગવંતનું નવા જ રૂપે દર્શન કરતા રહ્યા. તેમાં પણ ગણધરવાદની અને છેલ્લે વિનયમહિમાની વીરવચનની ઉક્તિઓ હૂબહૂ “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ.” અને “એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વીતરાગ” જેવી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની જ સ્મૃતિ આપતી રહી. કાર્યક્રમ સંપન્ન થયા પછી અનેક ધ્યાનાનંદ વિભોર શ્રોતાઓ આવીને કહી રહ્યાઃ “સારો યે સમય અને પ્રભુના જીવનમાં સાક્ષાત યાત્રા કરતાં ક્યાં ખોવાયેલા રહ્યા તેની અમને જાણ ન રહી.” ગુણાનુમોદક અનેક સંતો-વક્તાઓના સત્સંગ પ્રવચનોનો પણ જ્ઞાનમંદિરમાં લાભ મળ્યો, તેમના પણ આશીર્વાદ મળ્યા.
' મહાવીર કથાની આ ફલશ્રુતિ પ્રો. ટોલિયાના ૨૩.૪.૨૦૧૧ના સુશ્રી વિમલાતાઈના વિમલ સૌરભ' પરના જૈનસૂત્રો-ઉપનિષદો-ભજન કવરોના કાર્યક્રમમાં પણ ઝલકતી રહી. તેમના તુલનાત્મક પ્રસ્તુતીકરણમાં ત્યાં “બ્રહ્મ સત્ય નાભિથ્થા' ના પ્રસિધ્ધ શંકર-સૂત્રને “બ્રહ્મ સત્ય નસ્
ઋર્તિઃ' ના સંશોધિત વિનોબા-સૂત્રનો સંદર્ભ મૂકી શ્રીમદ્ભા આર્ષ-વચન “સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન” (આસિ. ૧૪૦) સાથે રજૂ કરતાં, આ લખનારને પણ ત્યારે તત્ત્વ-તુલના કરવાકહેવાનો લાભ મળ્યો.
રાજકોટના આ સફળ સાર્થક કાર્યક્રમો સ્મરણીય બની ગયા. આ પછી પ્રો. ટોલિયાના વતન અમરેલીમાં પણ શ્રી રસિકભાઈ શાહ જેવા પ્રબુદ્ધ ચિંતકો અને શ્રી હર્ષદ ચંદારાણા જેવા “ગાંધી-ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની આત્મસિધ્ધિ'ના અનુમોદક આષ-કવિઓની ઉપસ્થિતિમાં પણ ગુજરાતમાંની ત્રીજી
(86)