________________
પુષ્પ ૧
રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. Gone is the night, the dawn-divine has descended. You are freed from the clutches of sleep (Now) try to awaken from the age-old inner sleep of ignorance.
પુષ્પ ૨
- - વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દષ્ટિ ફેરવી જાઓ. Contemplate and glance introspectively upon the night and the life that has passed before the dawn.
પુષ્પ ૩
સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. Rejoice at the time that has passed fruitfully and let this day also be as fruitful. For a day that has been futile, repent and then forget its futility.