________________
મંગલાચરણ
હે કોઈ રાજરસ પીઓ રે, મનખા જનમ તો જાય છે રે. હે રાજવાણીનું અમૃત એ, ઝેર સંસારનું ઉતારશે રે; હે કોઈ રાજરસ પીઓ રે, શુદ્ધ ભક્તિને પામવા રે. ૧ | હે નિજ અનુભવરસ છે એ, જે રાજ રાજેશ્વર રેલાવતા રે; હે કોઈ રાજરસ પીઓ રે, આત્મ અનુભવ પામવા રે. ૨ હે કરી શ્રવણ-અવગાહન રે, આશય રહીએ અંતરમાં રે; હે કોઈ રાજરસ પીઓ રે, અજર અમર પદ પામવા રે. ૩ હે કોઈ રાજરસ, નિજાનંદરસ, શુદ્ધ ભક્તિરસ પીઓ રે,
જે રાજ રાજેશ્વર રેલાવતા રે.