________________
૫૪
કળા એટલે શું?
છે, કે જે સ્પષ્ટતારહિત હોય છે. તે શબ્દને પોતાનાં લખાણોમાં ફિલસૂફો, કલામીમાંસકો ને કલાકારો તથા ખાનગી વ્યક્તિઓ ને નવલકથાકારો ને છાપાંમાં વાતો લખી ખાનારાઓ મોટા કાળા અક્ષરથી લખ્યા કરે છે; અને આ પવિત્ર ત્રિમૂર્તિનાં નામ ઉચ્ચારતી વખતે તે બધા એમ માને છે કે, પોતે જાણે અમુક તદ્દન ચોકસ અને સંગીન, એવું કાંઈક કે જેના પાયા ઉપર પોતાના મતો બાંધી શકાય,– એવી વસ્તુ વિષે બોલે છે. જ્યારે ખરું જોતાં, આ શબ્દોનો કશે। ચોકસ અર્થ તો નથી જ; બલ્કે વર્તમાન કલાનો કશોય ચોકસ અર્થ કરવામાં તેઓ આપણને અંતરાય નાંખે છે. તેમની જરૂર એટલા જ માટે છે કે, દરેક પ્રકારની લાગણી,— આપણને તે મજા કે આનંદ આપે એટલે થયું, તેવી લાગણીને વહન કરતી કળાને જે જૂઠું મહત્ત્વ આપણે આપીએ છીએ, તેને તે વાજબી ઠરાવે!
સોડની નોંધ
[આ પ્રકરણને છેડે અંગ્રેજ અનુવાદક મોડે એક કીમતી નેાંધ મૂકી છે તે આમ છેઃ—]
ટોલ્સ્ટોયની હાથવ્રત ઉપરથી મેં ‘ કળા એટલે શું?’એને અનુવાદ કરેલા. તે જેમ પ્રકરણ લખતા જાય તેમ મને માકલતા. આ એમની કૃતિ એમણે એટલે સુધી ફરી ફરીને તપાસેલી કે, કેટલાંક પ્રકરણા તો મને મેાકલ્યા બાદ ત્રણ ત્રણ વાર નવેસર લખાયેલાં. આ પ્રકરણનાં પહેલાં કરેલાં લખાણામાંથી નીચેના ભાગ જોકે છેવટે તેમણે પુસ્તકમાં નહિ લીધેલા, છતાં તેને સંઘરી રાખવા જેવા લાગતા હોવાથી અહીં ટીપમાં તે આપું છું :
“ બૉમગાર્ટને રજૂ કરેલી સત્ય-શિવ-સુંદરની આ ત્રિમૂર્તિને ધર્મની ત્રિમૂર્તિ જેટલી સાચી ગણવાની ટેવમાંથી એક વાર આપણે છૂટવાની જરૂર છે. અને પછી આપણી જાતને પૂછવું જોઈએ કે, આ ત્રણ શબ્દોથી હમેશ આપણે શું સમજીએ છીએ ? તેમના અર્થ શે? તે આપણને ખાતરી થઇ શકે કે, ત્રણ તદ્ન જુદા જુદા શબ્દો અને ભાવે, કે