________________
ખાટી વ્યાખ્યાઓનું મૂળકારણુ
અથવા તો ચીની લોકોની પેઠે, પોતાના પૂર્વજોને માટે બહુમાન અને તેમની આપેલી જીવનપદ્ધતિનો તંતુ અતૂટ ચાલતા રાખવા એમાં જો જીવન-અર્થ દેખાય, તો પોતાના પૂર્વજોની શ્રદ્ધાભક્તિથી અને તેમની પ્રણાલીઓની રક્ષાથી મળતા આનંદની લાગણીઓ વહન કરતી કળા સારી ગણાય; પરંતુ તેમની વિરોધી લાગણી વ્યક્ત કરતી કળા ખરાબ ગણાય. અથવા બૌદ્ધોમાં છે તેમ, જો પાશવ ઇંદ્રિયાધીનતામાંથી મુક્ત થવામાં જીવનનો અર્થ દેખાય, તે આત્માને ઉપર કરતી અને શરીરને દમતી લાગણીઓને સફળતાથી વહતી કળા સારી મનાશે, અને શરીરના આવેગોને પુષ્ટ કરતી લાગણીઓને વહતું બધું ખરાબ કળામાં ખપશે.
૪૧
દરેક યુગમાં અને દરેક માનવસમાજમાં, તે તે આખા સમાજને સર્વસાધારણ એવી, શું સારું ને શું નઠારું એમ કહેતી સદસવિવેકની અમુક ધર્મભાવના કે ધર્મબુદ્ધિ મેાજજૂદ હોય છે; અને કળા વડે જે લાગણીઓ વહન થાય તેમની કિંમત આ ધર્મદૃષ્ટિ ઠરાવે છે. તેથી, બધી પ્રજાએમાં પોતાની આવી સર્વસાધારણ ધર્મબુદ્ધિ જે લાગણીઓને સારી ગણે, તેમનું વહન કરતી કળા સારી લેખાતી અને તેને ઉત્તેજન અપાતું; પરંતુ આ સર્વસામાન્ય ધર્મભાવના જે લાગણીઓને ખરાબ ગણે, તેમને વહતી કળા ખરાબ ગણાતી અને તેને રદ કરવામાં આવતી. ત્યાર પછીનું બાકીનું મોટું કલાક્ષેત્ર, કે જે વડે લોકો અરસપરસ લાગણી - વિનિમય કરે છે, તેની જરાય પત થતી નહિ. અને જો યુગમાન્ય ધર્મભાવનાથી તે સામે જાય તો જ તેની ખબર લેવાતી, અને તે તેને ફેંકી દેવાને માટે જ. ગ્રીક, યહૂદી, હિંદી, મિસરી અને ચીની સૌ પ્રજાએમાં આમ જ હતું, અને ખ્રિસ્તી ધર્મ આવ્યો ત્યારે પણ એમ જ હતું.
➖➖➖➖➖➖
ઈસ્વી સનનાં આદિ સૈકાંના ખ્રિસ્તીધર્મ પુરાણકથા, સંતકથાઓ, પ્રવચનો, ભજન, અને પ્રાર્થના કે સ્તુતિને જ માત્ર સારી કલાકૃતિઓ લેખતા; કેમ કે, તે બધાં ઈશુ ઉપર પ્રેમ, તેના જીવન વિષે ભાવામિ, તેનું અનુકરણ કરવાની ઇચ્છા, દુન્યવી જીવનના ત્યાગ, નમ્રતા, અને બીજાં ઉપર પ્રેમ, એ ભાવા જગવે છે. અંગત ભાગવિલાસની