SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કલાની ખરી વ્યાખ્યા ૩૫ હિંમત કે વિષાદ, અને એ લાગણીઓનો એકમાંથી બીજામાં સંચાર જાતે અનુભવે, અને તેમને ધ્વનિ દ્વારા એવી રીતે વ્યક્ત કરે છે, તે સાંભળીને શ્રોતાઓ તેમના વડે ચેપાય, અને પેલા વનિકારે અનુભવી હોય એવી જ તાદૃશ લાગણીઓ તેઓ અનુભવે, – આમ થાય તો તે પણ કળા છે. કલાકાર જે લાગણીઓ વડે બીજાને ચેપે, તે અનેક જાતની હોય : તે ઘણી સબળી કે ઘણી નબળી, ભારે મહત્ત્વની કે અતિ નજીવી, ઘણી ખરાબ કે ઘણી સારી હોય; નાટકમાં વર્ણવેલાં સ્વદેશપ્રેમ, સ્વાર્પણ કે દૈવ-યા-ઈશ્વર-આધીનતા હોય; નવલકથામાં ઉતારેલો પ્રેમીઓને આનંદોન્માદ હોય; ચિત્રમાં આલેખેલી વિષયેંદ્રિયસુખની લાગણીઓ હોય; વિજયકૂચથી વ્યક્ત થતી હિંમત હોય; નૃત્યથી જગવાતી લહેરની રમઝટ હોય; હાસ્યકથાથી પ્રેરાતો વિનોદ હોય; સંધ્યાના દૃશ્યથી કે હાલરડાના શ્રવણથી સંચાર થતી શાંતતાની ભાવના હોય; અથવા તો સુંદર શણગારેલી સજાવટથી જગવાતી વખાણની લાગણી હોય. આ બધું કળા છે. કર્તાએ અનુભવેલી લાગણીઓથી જો શ્રોતા કે પ્રેક્ષક વર્ગ ચેપાય, તો તે કૃતિ કલા છે. પતે એક વાર અનુભવેલી લાગણું પાછી પિતામાં જગવવી, અને એમ કરીને પછી તેને, હલનચલન, રેખા, રંગ, દવનિ, કે શબ્દચિત્રણ દ્વારા, બીજાઓને એવી રીતે પહોંચાડવી, કે જેથી તે જ લાગણી તેએ અનુભવે –કલાપ્રવૃત્તિ આ વસ્તુ છે. કલા એક માનવપ્રવૃત્તિ છે; એક માણસ પોતે અનુભવેલી લાગણીઓને જ્ઞાનપૂર્વક, અમુક બાહ્ય સંજ્ઞાઓ મારફત, બીજાઓને પહોંચાડે છે, અને એ લાગણીઓ વડે બીજાએ ચેપાય છે અને તેમને પોતે પણ અનુભવે છે. તત્ત્વજ્ઞાનીઓ કહે છે તેમ, કલા કશુંક ગૂઢ અતીન્દ્રિય તત્ત્વ કે ઈશ્વરનો આવિષ્કાર નથી; કળા અંગે શરીરવિદ્યાની દૃષ્ટિવાળાઓ કહે છે તેમ, માણસ પોતાના શક્તિ-ભંડારનો વધારો જે વડે બહાર નીકળવા દે છે એવો ખેલ કે ક્રીડા, તે કળા નથી; બાહ્ય સંજ્ઞાઓથી મનુષ્યની
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy