________________
* કળા એટલે શું? ઇતિહાસમાં એવા સમય જ નહોતા કે જ્યારે લોકોનાં અમુક ખાસ મંડળોએ બેટી બેડોળ અને મૂર્ખતાભરી કૃતિઓને પણ કળા તરીકે કબૂલ નહોતી રાખી અને અપનાવી, પણ જેનું પછી નામનિશાનેય ન રહ્યું અને સૌ કોઈ તેને વીસરી ગયા! ( આવા દાખલા ઇતિહાસમાં પડેલા છે છતાં ફરી ફરીને એ જ પ્રમાણે અકલાને કલા ઠરાવ્ય રખાય છે! )
અને કળામાં ગાંડપણ તથા બેડોળતા કેટલી હદ સુધી જઈ શકે છે, તે તો આજે આપણા મંડળની કળામાં જે થયે જાય છે તે પરથી – અને ખાસ તો આજની જેમ જ્યારે કળા એમ જાણે છે કે પોતે ભૂલથી પર મનાય છે, ત્યારે જે થયે જાય છે તે પરથી – જોઈ લેવું.
એટલે સાર એ થયો કે, સૌંદર્ય પર રચાયેલી કલા-વ્યાખ્યા, કે જેની મીમાંસા કલાનું શાસ્ત્ર કરે છે અને જેની ઝાંખી રૂપરેખા પોતાની કરીને લોક ગાયા કરે છે, તે બીજું કાંઈ નહિ પણ આપણને – એટલે કે અમુક વર્ગના લોકને – જેણે મજા કે આનંદ આપ્યાં છે ને આપે છે, તેને સારી તરીકે ઓઠવી દેતી ગોઠવણી જ માત્ર છે.
ઉકેલને રસ્તો કોઈ પણ માનવ પ્રવૃત્તિની વ્યાખ્યા આપવી હોય તો તેનો અર્થ અને મહત્ત્વ સમજવાં જોઈએ. તે કરવા સારુ પહેલી જરૂર એ છે કે, તે પ્રવૃત્તિ પોતે શું છે તે, તથા તેનાં કારણો ઉપર તેનો કેવો આધાર છે ને તેનાં પરિણામો શો છે, તે બધાની સાથે તેને તપાસવી જોઈએ; તે પ્રવૃત્તિમાંથી જે મજા કે આનંદ આપણને મળે તે જ માત્રથી નહિ. અમુક પ્રવૃત્તિનો હેતુ આપણી મજાનો જ છે એમ કહી માત્ર તે મજા કે આનંદની મારફત જ જો તે પ્રવૃત્તિની વ્યાખ્યા કરીએ, તો તો આપણી વ્યાખ્યા ખોટી પડે, એ ઉઘાડું છે. પરંતુ કળાની વ્યાખ્યા કરવાના પ્રયત્નોમાં બરોબર આવું જ બન્યું છે. દા. ત. ખોરાકનો સવાલ વિચારતાં કોઈને એમ કહેવાનું નહિ સૂઝે કે, ખોરાકનું મહત્ત્વ તે ખાતાં મજા પડે છે તેમાં રહેલું છે. દરેક જણ સમજે છે કે, ખોરાકનાં લક્ષણોની