________________
૨૩
જવાબ મળતા નથી આવી જ અર્ધી વસ્તુસ્થિત અને અર્ધી ગૂઢવાદી વ્યાખ્યા સ્વીકારે છે. ખાસ કરીને મેટેરાઓની પ્રૌઢ પેઢીમાં આ વ્યાખ્યા ઘણી પ્રસરેલી છે.
બીજો ભાવ-કે, સૌંદર્ય એક જાતની એવી મજા કે આનંદ છે કે જેને હેતુ અંગત લાભ નથી હોતો, – એ ખ્યાલ મુખ્યત્વે અંગ્રેજ કલા-લેખકોને ગમે છે અને એ દૃષ્ટિ આપણા સમાજના બાકીના બીજા ભાગને – મુખ્યત્વે જુવાન પેઢીમાં – માન્ય છે.
એટલે, સારાંશે સૌંદર્યની બે જ વ્યાખ્યા છે. (અને બીજું બની પણ ન શકે.) તેમાંની એક વસ્તુગત (“ જેકિટવ') છે, ગૂઢવાદી છે; સર્વશ્રેષ્ઠ પૂર્ણત્વ જે પરમેશ્વર તેમાં તેનો ભાવ અંતર્ગત થઈ જાય છે. કશાય પાયા વગરની આ વ્યાખ્યા અજબ છે! તેથી ઊલટી બીજી વ્યાખ્યા છે, જે સાવ સાદી સમજાય એવી મનોગત કે ભાવગત (‘સકિટવ) છે; સૌંદર્યને તે એક આનંદ કે મજા દેનારી વસ્તુ ગણે છે. (અહીં હું ‘અંગત લાભના હેતુ વિના’ એ શબ્દો નથી મૂકતો તે એટલા માટે કે, “આનંદ દેવામાં', સ્વાભાવિક રીતે, લાભનો ખ્યાલ અંતર્ગત નથી.)
આમ, એક તરફ, સૌંદર્ય વિષે એવો ખ્યાલ છે કે, તે કશુંક ગૂઢ અને અતિ ઉન્નત છે; પણ કમનસીબ જોગે તેની જ સાથે તે બહુ અચોકસ છે; અને પરિણામે તે ફિલસૂફી, ધર્મ અને જીવનની જ જોડે સંકળાય છે. (જેમ કે, શેલિંગ, હેગલ, અને તેમના ફેન્ચ જર્મન અનુયાયીઓના કલાવાદો.) બીજી બાજુ, (જેમ કે, કાન્ટ ને તેના અનુયાયીઓની વ્યાખ્યામાંથી અવશ્ય ફલિત થાય છે કે, સૌંદર્ય એ આપણને મળતી એક જાતની હેતુ-કે-અનુરાગ-રહિત મજા કે આનંદ માત્ર છે. સૌંદર્યનો આ ભાવ આમ બહુ સ્પષ્ટ લાગે છે; પણ કમનસીબ જોગે તેય પાછો અચોક્સ જ છે; કેમ કે સામેથી એમાં અતિવ્યાપ્તિને દોષ આવી જાય છે, એટલે કે, તેમાં ખાનપાનના સ્વાદમાંથી કે મૃદુ ચામડીના સ્પર્શ વગેરેમાંથી મળતાં ઇંદ્રિયસુખો પણ આવી જાય છે. ( કે જેમને ગુયો, ક્રાલિક ને બીજા કલામાં સ્વીકારે છે. )