________________
કળા એટલે શું? નાટકો સિવાય બીજા-કશાને મળતું આવતું નહોતું. જેમ કે, લોકો વાત કરે છે તે રાગડો કાઢીને નથી કરતા. અને તે વખતે ચાર ચારની જોડીમાં ને પોતાના ભાવો દર્શાવવા માટે હાથ હલાવતા અમુક નક્કી અંતરે ઊભા નથી રહેતા. રંગભૂમિ સિવાય બીજે ક્યાંય લોકો આમ જોડીબંધ ને ફરસીઓ લઈને ફરતા નથી; એ પ્રમાણે કોઈ ગુસ્સેય નથી થતું, કે એમ લાગણીવશ નથી થતું કે એ પ્રમાણે હસતું યા રડતું નથી; અને આવા ખેલોથી આ જગતમાં કોઈ ઉપર અસર નથી થતી. – આ બધા વિષે શંકાને જરાય સ્થાન નથી.
આથી કરીને આપોઆપ સામે સવાલ આવીને ઊભો રહે છે– આ બધું ત્યારે કોને સારુ? કોને એ રીઝવી શકે? નાટકમાં કોઈ વાર સારાં ગીત હોય તો તે સાદેસાદાં – આ બેવકૂફ પહેરવેશો ને સરઘસો ને વાતોના રાગડા ને હાથનાં હલામણાં વગર – ગાઈ શકાતાં નથી.
બૅલેટ (એટલે કે સ્ત્રી પુરુષોનું ભેગું સંઘનૃત્ય) માં જ્યાં અર્ધનગ્ન સ્ત્રીઓ કામચેષ્ટાઓ કરે છે ને ભાત ભાતની શૃંગારી ભંગીઓથી અંગને મરડ્યા કરે છે, તે તે નરી બીભત્સતા જ છે.
એટલે, આ બધી વસ્તુઓ કોને સારુ કરાય છે, એ જ નથી સમજાતું. સંસ્કારી માણસ તેનાથી ખરેખર ત્રાસે છે, અને સાચા મજૂર માણસને તે તદ્દન અગમ્ય છે. કોઈ પણ માણસને આ ચીજો જો રીઝવી શકે, (જોકે એ વાત શંકાસ્પદ છે.) તો તે કોક જવાન ખવાસને કે વિકૃત કલાધરને, કે જેણે ઉપલા વર્ગોનાં પાસાં સેવ્યાં છે, પણ તેમના ભોગવિલાસથી હજી ધરાયો નથી, અને પોતાના ખાનદાનનું પ્રદર્શન કરવા ચાહે છે.
અને આ બધી ચીતરી ચડાવે એવી ગંદી મૂર્ખતા, સાદી રીતે કે હેતાળ મજાથી નહિ, પણ ગુસ્સાથી અને જંગલી કૂરતાથી કરાય છે.
એમ કહેવાય છે કે, કળાને સારુ આ બધું થાય છે અને કળા બહુ મહત્ત્વની વસ્તુ છે. પરંતુ, કળા એવી મહત્ત્વની છે કે તેને સારુ આવાં આવાં બલિદાનો આપવાં જોઈએ, એ શું ખરું છે? અને આ સવાલ ખાસ “અર્જન્ટ'-- તુરતી છે; કેમ કે, જેને ખાતર લાખો લોકની