________________
કળા એટલે શું? હું “પિટમાં પહોંચ્યો તે વખતે “ઇંડિયનોના સરઘસનું દૃશ્ય દેખાડવાનું ચાલતું હતું. નાટકનાં ગાયન, વાદન અને દૃશ્યો ગોઠવવાનું કામ પેલા ત્રણ મુખીઓ કરતા હતા. હમેશ પેઠે, સ્ત્રી પુરુષની જોડી જોડીમાં સરઘસ ભજવાતું હતું. એક જગાએથી ઊપડી ગોળ ગોળ તે ફરતું અને વળી થોભતું. પુરુષોએ પતરાની નકલી ફરસીએ ખભે ધારણ કરી હતી. સરઘસમાં ગાતા ગાતા ફરવાનું હતું. બધું બરોબર ગોઠવાતાં બહુ વખત લાગ્યો. શરૂ થાય ને કાંઈક ગરબડ આવે કે તે પાછું અટકે અટકે એટલે પાછું પહેલેથી શરૂ થાય. તેને મોખરે રહી ગાનાર માણસે વિચિત્ર પોશાક પહેર્યો હતો, ને તેવા જ આકારનું મોં કરીને તે તેનો લહેકે તાણતો હતો.
છેવટે સરઘસ શરૂ થયું. ત્યાં તો એક વાજાવાળાએ વગાડવામાં ભૂલ કરી ! જાણે ભારે મોટી આફત ઊતરી પડી હોય તેમ, વાજાંના મુખીએ ક્રોધથી પોતાના દંડૂકાને ઘોડી ઉપર પછાડયો; કામ બધું બંધ થયું ને તેણે પેલા ભૂલવાળાને એવો તો ભાંડયો ! પાછું કામ ચાલુ થયું. વળી કાંઈક ભૂલ થઈ ને પેલા મુખીને દાંડિયો ધડ દઈને પડ્યો. પાછી ભાંડણી, પાછી ફરી શરૂઆત. ત્યાં તો વળી પાછી ભૂલ. વળી કામની રોકણી, વળી ભાંડણી.– આમ બધું ચાલતું હતું. એક વાર વાજાની ભૂલ તો બીજી વાર ગાવાની ! આમ આ તમાસો એક બે ત્રણ કલાક ચાલે છે; અને આખું પૂર્વાવર્તન તો છ કલાકે પૂરું થાય છે. અને આ બધો વખત દંડૂકાના ધડાકા, ટોકણી, નટો વગેરેની ભૂલસુધારણી સાથે ગુસ્સાદાર ભાંડણી ચાલે છે. એક કલાકમાં ઓછામાં ઓછી ચાળીશ વાર મેં “ગધ્ધા’, ‘ઉલ્લુ’, ‘મૂર્ણ’, ‘સુવર’ શબ્દોની પુષ્પવૃષ્ટિ તે લોકો ઉપર થતી જોઈ. જેના ઉપર તે થતી તે કમભાગી બીચારો નટ કે ગાયક-વાદક શરીર-મનથી એ તો ઊતરી ગયેલો હોય છે કે, તેની સામે કશું કહેતો નથી અને નીચી મૂડીએ કહે છે તેમ કરતો રહે છે. સંચાલક તેમની આ ભ્રષ્ટ દશા જાણે છે કે, તેઓ જે કાર્ય કરે છે તે છોડીને બીજું કાંઈ કરવા લાયક હવે રહ્યા નથી; આરામી