________________
અનેક-પુરુષ-વાદ જવો. તેઓ કહે છે કે, ઉપયોગ કે લાભ ઇ0થી ભિન્ન
– નિષ્કામ આનંદ આપે તે સૌંદર્ય છે. જેમ સાંખ્યવાદી (કે તેની પરિભાષામાં પ્લેટ) કહે છે કે, દરેક ચીજની ત્રિગુણાત્મકતાનો ઇંદ્રિયગમ્ય જડ ભાગ દૂર કરો, તો તે જડ-વિશિષ્ટ જે ચેતન રહે, તે પુરુષ છે, ને તે આનંદમય છે; તેમ જ આ સૌંદર્ય-વાદીઓનું કહેવું થયું ગણાય. કદાચ કેવળ તર્ક જોતાં, આ સાચું હશે; પરંતુ જીવનમાં જ્યાં ત્યાં જોવાતી કલાવસ્તુનું આવું ગૂઢતા-ભર્યું નિરૂપણ શા ખપનું? તો પછી એમાં ને તત્ત્વજ્ઞાનમાં ફરક શો રહ્યો? ફ્રેન્ચ લેખક વેરોનને ટાંકીને ટૉલ્સ્ટૉય એ જ કહે છે કે,
પ્લેટથી માંડીને આજના આપણા જમાનામાં સ્વીકારાયેલા કલાવાદ સુધી નજર કરો તે, લોકોએ કલાને પરમ સૂક્ષ્મ કલ્પનાઓ અને ઇદ્રિયાતીત ગૂઢતાઓનું વિચિત્ર મિશ્રણ કરી મૂકી છે.”
આ ઢબે વિચારવાથી કલાની ચર્ચા તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, શરીરશાસ્ત્ર અને ઇતિહાસ ઇ૦ ક્ષેત્રમાં આડી ચાલી જાય છે. “એવા પરાયા ક્ષેત્રમાં તે પ્રશ્નને ફેરવી કાઢવાથી વ્યાખ્યા કરવાનું કામ અશક્ય બને છે.” (પા. ૩૦.) નાહક અઘરું ને અટપટું તો બને જ છે. અને તેથી અનેક ફિલસૂકોએ લીધેલી એ જૂની દિશાને છોડી ટૉસ્ટૉય, પ્રત્યક્ષ માનવ જીવનને નિહાળી અને તેના જ મુખ્ય યની દૃષ્ટિ નજર સામે રાખીને, કલાને વિચાર કરે છે. આ નિબંધ વાંચતાં આ મુખ્ય વાત ભૂલવામાં ન આવવી જોઈએ.
આપણે શરૂમાં જોયું કે, જીવનની આ દૃષ્ટિ ટૉલ્સ્ટૉયના આખી જિંદગીના અનુભવને સાર છે. તેના જ દૂરબીનનું ફોકસ' તે કલાક્ષેત્ર તરફ ગોઠવે છે, ત્યારે આ નિબંધ જન્મે છે. તે જુએ છે કે, અર્વાચીન યુગના જે ઉપલા ધનિક વર્ગો, તેમણે દેવળધર્મને નામે દંભ માંડયો છે; પોતાની આરામી અને આળસુ જીવનપદ્ધતિને ટકાવવામાં તે મદદ કરે છે, માટે તેનું ગાણું ગાયા કરે છે, અને પોતાના ખાલી ખાલી ને કંટાળિયા લાગતા જીવનને ભરવા માટે કલાને નામે પોતાનાં ગર્વ, મિથ્યાભિમાન