________________
२६
પર
તરત એની સામે વિરોધેમ જાગે. પરંતુ શૉની ચેતવણી છે કે, એવી ગફલત કે બાઘાઈથી બચીને ચાલવું જોઈશે. એમાં ટૉલ્સ્ટૉયની મક્કમતા, કુશાગ્ર મર્મવેધિતા, અને તલસ્પર્શી દૃષ્ટિ જોઈ મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. તે કહે છે એમ, કલા ઉપર ડુંગરો લખાયેલા છે; અને કહેવાતી કલાકૃતિ તા, એ જ ગણાવે છે કે, કરોડો છે. ( પા. ૧૨૬-૭.) આ બધામાંથી આરપાર નીકળી, એક સરળ અને સીધી સાદી સમજ પહોંચવું, એ એમના જેવી પ્રતિભાવાળા જ કરી શકે. અને કેટલાં થેાડાંક પાનમાં, છતાં કેવી સચાટતાથી તે કરે છે! મૉડ સાચું કહે છે કે, ‘ ટૉલ્સ્ટૉયની બધી કૃતિઓમાં આ કૃતિ સૌથી જબરી છે.' અને આવડો મોટો વિષય, તેને આટલી થોડી જગામાં તારવી આપવાના ટૉલ્સ્ટૉયના આ કાર્યને બરોબર અનુસરવા માટે વાચકે થાડી બુદ્ધિની જાગૃતિ રાખવી જોઈશે. શાંતતાથી અને સચાટ દલીલાથી રજૂ કરેલા આ નિબંધ કલાને નવા જ પાયા ઉપર મૂકવાના પ્રયત્ન છે, એ વસ્તુ પોતે એક ઉત્તમ મહત્ત્વપૂર્ણ સાહિત્યિક ઘટના છે. ( એ. બી. વૉકલી ).
66
"" ((
99
અર્વાચીન કળા પરની ટીકા, ત્યારે, આ આપણે ત્યાં પણ કલાને નામે જે ચાલે છે, લાગુ પડે છે, તે વાચક સહેજે જોઈ લેશે.
દૃષ્ટિએ સમજવાની છે. તેને પણ એમાંનું ઘણું
ટૉલ્સ્ટૉય આ ટીકામાં કેટલાક દાખલા આપે છે, તે પણ તેમણે પેાતાની દલીલના ટેકામાં ને તે જ પૂરતા, તથા તે ઘડીએ ધ્યાન પર આવ્યા તે ટાંકયા છે. રખે કોઈ એમાં એથી વધુ સમજે. એવાં સ્થાનાએ એ કશી યાદી આપવા નથી બેસતા. એ તા પેાતાનું મૂળ કહેવાનું સ્પષ્ટ કરવા પૂરતા જ ટાંકે છે; અને તેથી એ વાચકને પાતે જ ચેતવણી આપે છે. ( જુએ પા. ૧૫૮ ઉપરની ટીપ.)
અર્વાચીન કલા અંગેના ભાગ વિષે આટલું જોઈને, ટૉલ્સ્ટૉય જેને સાચી કલા કહે છે તે ખ્રિસ્તી કલાનું ' સ્વરૂપ હવે જોઈએ.
>