SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ભવિષ્યની કલા વહનપાત્ર મનાતી હતી; અને ત્યારે પણ એ શરતે જ કે, આ લાગણી ઓ મોટા ભાગના લોકને અગમ્ય એવી શિષ્ટમાં શિષ્ટ ઢબે જ વહન થવી જોઈએ. મજાકો, કહેવતો, કોયડા, ગીતે, ના, બાળકોની રમત, નકલ કે ચાળા પાડવા, એ બધી લોકકલા કે બાળકોની કલાનું આખું વિશાળ ક્ષેત્ર કલાને યોગ્ય લેખાતું નહોતું, ભવિષ્યનો કલાકાર સમજશે કે, એક પરી-કથા, મર્મસ્પર્શી નાનકડું ગીત, હાલરડું કે રમૂજી કોયડો, કે મજેદાર મજાક રચવાં; અથવા એક રેખાચિત્ર દોરવું, કે જે ડઝનબંધ પેઢી એને કે લાખો પ્રૌઢો ને બાળકોને આનંદ આપે;- આ વસ્તુ, એક નવલકથા કે સંગીતની ચીજ (સિફની') ઘડવી કે ચિત્ર દોરવું (કે જે થોડા વખત માટે ધનિક વર્ગોના કેટલાક લોકનું રંજન કરશે ને પછીથી હમેશને માટે ભુલાઈ જશે,) તેના કરતાં સરખામણી ન કરી શકાય એટલી બધી વધારે મહત્ત્વની ને ફલદાયી છે. સર્વને સુલભ સાદી લાગણીઓનું આ કલાક્ષેત્ર વિશાળ મોટું છે. અને હજી પણ લગભગ અણ-સ્પર્યું રહ્યું છે. માટે ભવિષ્યની કલા તેના વસ્તુવિષયની બાબતમાં વધારે કંગાળ થશે એમ નહિ, પણ પાર વગરની સમૃદ્ધ બનશે. અને તેનું બાહ્ય રૂપ પણ આજની કલાનાં રૂપોથી ઊતરતું નહિ, પણ અપાર ચડિયાતું થશે. ચડિયાતું એટલે એ અર્થમાં નહિ કે, તેનું આયોજન સુધરેલું ને ગૂંચવાડિયું હશે; પણ એ અર્થમાં કે, કળાકારે અનુભવેલી ને પોતે જેને વ્યક્ત કરવાની ઇચ્છે છે તેવી લાગણી, કશી પણ વધારેપડતી નકામી વિગતેના લદાણ વિના, ટૂંકમાં અને સ્પષ્ટ સાદી રીતે વ્યક્ત કરવાની તેની શક્તિ ચડિયાતી હશે. એક પ્રખ્યાત ખગોળશાસ્ત્રી જોડે મારે થયેલી એક વાતચીત યાદ આવે છે. આકાશગંગાના તારાઓના વર્ણપટના પૃથક્કરણ પર એણે જાહેર ભાષણો આપ્યાં હતાં. આ ભાષણના શ્રોતાઓમાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં, અનેક જણ એવાં હતાં, કે જે દિવસ પછી રાત કેમ થાય છે અને શિયાળા પછી ઉનાળો કેમ આવે છે, એ ઠીક જાણતાં નહોતાં.
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy