________________
૧૮૪
કળા એટલે શું? અને પોતાની કલા ઉપરાંત બીજા કશા કામમાં નહિ રોકાયેલા એવા ધંધાદારી કલાકારોથી ભવિષ્યમાં કલા સરજાતી નહિ હોય. ભવિષ્યની કલા સમાજના એવા બધા સભ્યો સર્જશે, કે જેમને એવી પ્રવૃત્તિ કરવાની અંતરમાં આવશ્યકતા લાગતી હશે; પરંતુ આવી આવશ્યકતા તેમને લાગે ત્યારે જ તેઓ કલાપ્રવૃત્તિમાં રોકાતા હશે.*
આપણા સમાજમાં લોક માને છે કે, જો કલાકારને નિર્વાહનું સાધન ખાતરીબંધ નક્કી હોય, તો તે વધારે સારું ને વધારે જથામાં કામ કરશે. આપણામાં કલા મનાતી વસ્તુ કલા નથી, પણ કલાભાસ કે તેની નકલ છે, એની સાબિતી જો હજીય જરૂરી હોય, તો લોકો આ જાતને મત ફરી તદ્દન સાફ સાબિતી આપે છે. પગરખાં કે રોટીના ઉત્પન્નને માટે શ્રમવિભાગ બહુ ફાયદાકારક છે; અને મોચી કે ભઠિયારાને જો પોતાની રસોઈ કરવાનું કે પોતાને જોઈતું બળતણ લાવવાનું રહેતું હોય, તો જેટલાં પગરખાં કે રોટી તેઓ બનાવી શકે તેનાથી વધારે, જો તે કામોમાં તેમને ન પડવું પડતું હોય, તો બનાવશે. – આ સાવ સાચી વાત છે. પરંતુ કલા એ હાથ-ઉદ્યોગ નથી; એ તો કલાકારની અનુભવેલી લાગણીઓનું નિવેદન કે નિરૂપણ છે. અને માણસમાં સંગીન લાગણી ત્યારે જ જન્મી શકે જ્યારે તે માણસ માનવોચિત સ્વાભાવિક જીવન બધી રીતે જીવતા હોય. તેથી નિર્વાહની ખાતરી હાવી, એ કલાકારની સાચી સર્જનશક્તિ માટે અતિ નુકસાનકારક વસ્તુ છે, કારણ કે, સર્વ મનુષ્યોની જે સ્વાભાવિક સ્થિતિ – પોતાના ને બીજાના જીવનના નિભાવને સારુ કુદરત જોડે મથવું, – તેનાથી ઉપર કહેલી સ્થિતિ એને દૂર ખસેડે છે, અને એ રીતે મનુષ્યને સૌથી સ્વાભાવિક અને અતિ મહત્ત્વની લાગણી અનુભવવાની તક અને શક્યતા તેની પાસેથી
* ટૌસ્ટૉય અહીં એમ સૂચવવા માગે છે કે, પોતાની આજીવિકા માટે તે તે પિતાનું શ્રમજીવન ગુજારતા હશે. કલા, ભાષા પેઠે કાંઈ ધંધે નથી; એટલે તેમને જ્યારે લાગણ-વિનિમયની જરૂર લાગે ત્યારે આપોઆપ તેઓ કલા દ્વારા તેમ કરશે. એટલે કે, આ કામ કાંઈ ધંધે નહિ હોય.મ.