________________
કડવું છતાં સાચું ત્યારે આ છેઃ
૧૩૫
લાગણીનો આપણને ચેપ લાગી શકે, તેની અસર પામી શકીએ; કે જેને લઈને સામાના હર્ષે હરખાવા ને શેકે દુ:ખી થવા, ને એમ સમભાવથી જીવ સાથે જીવ મેળવવા ફરજ પડે. પેલા બધા લોકોમાં આ જ શક્તિ ખૂટે છે. અને તેથી આ લોકો ખરી ક્લાકૃતિને નકલિયાંથી અલગ પાડી શકતા નથી એટલું જ નહિ, પરંતુ ખરાબમાં ખરાબ ને કૃત્રિમમાં કૃત્રિમને ખરી કળા માનવાની ચાલુ ભૂલ કર્યા કરે છે; અને ખરી કલાકૃતિઓ તે। તેઓ જોતા પણ નથી, કારણ કે હમેશ નકલિયાં વધારે ઠાઠમાઠથી સજેલાં ભભકદાર હોય છે, અને ખરી કળા નમ્ર હોય છે.