________________
૧૩૨
કળા એટલે શું? કશી લાગણી નથી; અસ્થી વાચક કશી કલાત્મક અસર પામતો નથી. ત્યારે બીજી બાજુએ, પેલા અજ્ઞાન લેખકની “બાળકો અને મરઘીનાં બચ્ચાંની વાતથી હું મારી જાતને અળગી ન કરી શક્યો; તેનું કારણ એ કે, લેખકે
સ્પષ્ટ અનુભવેલી તથા પાછી પોતામાં તેને જાગ્રત કરેલી અને વહન કરેલી, એવી તેની લાગણીથી હું તરત ચેપાયો હતો.
વાસ્કેત્સોવ આપણો એક રશિયન ચિત્રકાર છે. કફના મોટા દેવળમાં તેણે ધાર્મિક ચિત્રો દોર્યા છે. સૌ તેને વખાણે છે કે, એક નવીન ને ઉચ્ચ ખ્રિસ્તી કળાનો તે સંસ્થાપક છે. દેવળનાં તેનાં ચિત્રો પાછળ તેણે ૧૦ વર્ષ આપેલાં તેમને માટે તેને હજારો રૂબલ મળ્યા હતા; અને તે બધાં નકલોની નકલોની ખરાબ નકલો જ માત્ર છે –– તેમાં લાગણીનો છાંટોય નથી. હવે એ જ વાસ્નેત્સોવે ટ નેવની “ધી કઇલ” વાર્તાનું ચિત્ર દેર્યું છે. (તે વાતમાં, એક છોકરે તેના બાપાને કવેઇલ પક્ષી મારતા જોયેલા, તે ઉપરથી તેને કેવી દયા આવે છે, તે બતાવ્યું છે.) ચિત્રમાં છોકરાનો ઉપલો હોઠ આગળ આવે છે ને તે ઊંઘે છે અને ઉપર જાણે સ્વપ્નમાં કઇલ આવતું દેખાડયું છે. આ ચિત્ર સાચી કલાકૃતિ છે.
૧૮૯૭ની રૉયલ ઍકેડમીમાં (એક ચિત્રપ્રદર્શનમાં) બે ચિત્રો સાથે સાથે મુકાયાં હતાં. એક હતું જે. સી. ડૉબૅનનું “સંત એન્થનીનું પ્રલોભન': સંત ઘૂંટણિયે પડી પ્રાર્થના કરે છે; પાછળ એક નગ્ન સ્ત્રી અને અમુક જાતનાં પ્રાણીઓ ઊભાં છે. પેલી નગ્ન સ્ત્રી કલાકારને ઘણી ગમી છે, પરંતુ તેને (કલાકારને) એન્થની જોડે કશી જ લેવાદેવા નથી; અને કલાકારને એ “પ્રલોભન’ ભયંકર લાગવાનું તો ક્યાં રહ્યું, તેને ઊલટું એ ખૂબ ગમે છે: એ ચિત્ર જોતાં આમ ઉઘાડું દેખાય છે. તેથી આ ચિત્રમાં કાંઈક કળા હોય તો પણ તે ઘણી ખરાબ અને જૂઠી છે.
એકેડેમીની એ જ ચિત્રપોથીમાં પછી લેંગ્લીનું એક ચિત્ર આવે છે. તેમાં એક રખડતો ભિખારી છોકરો બતાવ્યો છે, ને એક બાઈ તેના