________________
૧૪
કડવું છતાં સાચું ત્યારે આ છે :
મને ખબર છે કે, ઘણાખરા માણસા,– અને તે હોશિયાર ગણાતા જ નહિ, પણ અતિ હોશિયાર હોય અને અઘરામાં અઘરા વૈજ્ઞાનિક, ગણિતી કે ફિલસૂફિક પ્રશ્નો સમજવા શક્તિમાન હોય તેવા માણસા પણ,— સાદામાં સાદુ ને ઉઘાડામાં ઉઘાડું સત્ય પણ જો એવું હોય કે તે સ્વીકાર્યું, પાતે કદાચ ઘણી મુશ્કેલીથી ઘડેલા નિર્ણયો,— એવા નિર્ણયા કે જેમને માટે તે અભિમાન લેતા હેાય, જે તેમણે બીજાને શીખવ્યા હોય, જેમના ઉપર પોતાના જીવનની ઇમારત રચી હાય,— આવા નિર્ણયા ખાટા છે એમ જો તેમને કબૂલ કરવું પડે, તે તેઓ ભાગ્યે જ તે સત્ય જોઈ શકે છે. તેથી કરીને, આપણા સમાજમાં ક્લા અને સુરુચિની થયેલી વિપરીતતા વિષે હું જે મીમાંસા રજૂ કરું છું, તે સ્વીકારાશે કે ગંભીરતાથી તેના વિચાર પણ થશે કે કેમ, એ વિષે મને આછી જ આશા છે. છતાં કલાના પ્રશ્નને અંગે સંશાધન કરતાં જે અનિવાર્ય નિર્ણય ઉપર તે મને લઈ ગયું છે, તે મારે પૂરેપૂરો કહેવા જોઈએ :
કલા
આ સંશોધનથી મને ખાતરી થઈ છે કે, આપણા સમાજ જેને સારી ક્લા ક્લા-સમસ્ત ગણે છે, લગભગ તે બધું ખરી કે સારી કે સમસ્ત ક્યા હાવાનું તે કયાંય રહ્યું, તે મુદ્દલ ક્લા જ નથી, પણ તેની નકલમાત્ર છે.
મને ખબર છે કે, આ વિચાર-સ્થિતિ અતિ વિચિત્ર અને અવળી જ લાગશે. પરંતુ એક વાર જો આપણે સ્વીકારીએ કે, ક્લા એક માનવ-પ્રવૃત્તિ છે, તેના દ્વારા કેટલાક લોકો પાતાની લાગણી બીજાને પહોંચાડે છે, ( તે સૌંદર્યની દાસી કે સેવક નથી, કે પરમ ભાવના આવિષ્કાર વગેરે નથી ), તે પછી અવશ્ય આપણે તેની આગળના આ
૧૨૫