________________
૨૦
કળા એટલે શું? કલા સારી કળા-હર્ય અને તેની સાથે તે મોટી સંખ્યાના લોકને અગમ્ય પણ હોય, એવું વિધાન અતિ અન્યાયી છે; અને તેનાં પરિણામ કળાને પોતાને માટે પણ ઘણાં ઘાતક છે. પરંતુ તેની જ સાથે ત્યારે એ વિધાન એવું સામાન્ય પ્રચારમાં આવ્યું છે અને આપણી વિચારસૃષ્ટિમાં તે એવું તો ખચી ગયું છે કે, આ પરિસ્થિતિની નરી બેહૂદગી પૂરતી સ્પષ્ટ કરવાનું અશકય છે.
પ્રખ્યાત કલાકૃતિઓ વિષે અતિસામાન્યપણે એવું કહેવાનું સાંભળ્યું છે કે, તે છે તો ઘણી સારી, પણ સમજવી અતિ અઘરી. આવાં વિધાનેથી આપણે સાવ ટેવાઈ ગયા છીએ. છતાં એમ કહેવું કે, કલાકૃતિ છે સારી, પણ મોટા ભાગના લોકોને અગમ્ય છે, એ તો એવું કહેવા બરોબર છે કે, અમુક ખોરાક છે તો ઘણો સારો, પણ ઘણાખરા લોકો તેને ખાઈ ન શકે! મોટા ભાગના લોકોને સડેલું પનીર (ચીઝ') કે પક્ષીનું સડતું માંસ નહિ ભાવે, કે જે વાની બગડેલી જીભના-વિકૃત સ્વાદના લોકને મલીદા જેવી લાગે છે. પરંતુ રોટલો ને ફળ નર્યા સારાં જ છે, ને મોટા ભાગના લોકોને તે પસંદ જ આવે છે. એમ જ કલાને માટે પણ છે: વિપરીત કળા મોટા ભાગના લોકોને ન ગમે, પરંતુ સારી કળા તો હમેશ દરેકને ગમે છે.
એમ કહેવામાં આવે છે કે, ઉત્તમોત્તમ કલાકૃતિઓ એવી હોય છે કે, આમ-જનતાને તે ન સમજાઈ શકે, પણ એ મહાન કૃતિઓને સમજવાની તૈયારીવાળા ચુનંદા લોકો જ તે પામી શકે. પરંતુ જો લોકોની મોટી સંખ્યા તે ન સમજે, તો સમજવાને શક્તિમાન કરવા માટે જરૂરી જ્ઞાન તેમને શીખવવું ને સમજાવવું જોઈએ. પરંતુ એમાંથી એવું જાણવા મળે છે કે, એવું તો કોઈ જ્ઞાન છે જ નહિ, તે કૃતિઓ સમજાવી શકાય નહિ; અને જેઓ કહે છે કે, મોટા ભાગના લોક સારી કલાકૃતિઓ નથી સમજતા, તેઓ, તેમ છતાં, એમને તે સમજાવતા નથી, પણ એટલાં જ કહે છે કે, એમને સમજવાને માટે એ જ ક્લાકૃતિએ તેમણે ફરી ફરીને વાંચવી જોવી ને સાંભળવી જોઈએ. પરંતુ આ તો તેને સમજવા