________________
નવી કળાની અગત્સ્યતા
૭૫
કૃત્રિમતા, મૌલિકતાની દૃષ્ટિએ જોતાં કિલષ્ટતા, અને
હતા; બલ્કે તે અહંતાથી ઊભરાતા હતા. તેથી કરીને, એમની ઓછામાંઓછી ખરાબ કૃતિ જુએ તે તેમાં તે જેમને વર્ણવતા હોય તેમના કરતાં મિ. બૉડૉર અને મિ. વલેનની જાત વિષે વધારે જોવા જાણવાનું વાચકને મળે ! છતાં, આવા મહત્ત્વ વગરના આ બે પદ્યલેખકો એક કાવ્યશાખા સ્થાપે છે અને પોતાના સેંકડો અનુયાયી ધરાવે છે !
આ હકીકતની સમજૂતી એક જ છે : તે એ કે, જે સમાજમાં આ બે પદ્યલેખકો થયા, તેને મન કળા એ જીવનના એક ગંભીર, મહત્ત્વને વિષય નથી; એ તે તેને માત્ર મજા કે આનંદ જ લાગે છે. અને મજા કે આનંદમાત્રનું લક્ષણ છે કે, એને વારંવાર અનુભવીએ તો તે કંટાળારૂપ બની જાય છે. અને એમ કંટાળારૂપ બનેલી મજાને ફરી પાછી સહ્ય બનાવવી હાય, તો તેને તાજી કરવાના કાંઈક રસ્તો શોધવો જોઈએ. જેમ કે, ગંજીફે ખેલતા હોઈએ તેમાં સરબાજીથી થાકીએ તો કાટેસર રમીએ ને તે થકવે તો ઝબ્બો. ને ઝબ્બો કંટાળો આપે તો બિજીક, ને બ્રિજ વગેરે. એમ એક પછી બીજી નવીનતા શોધાય છે, ને ગંજીફો ચાલ્યા કરે છે. આમાં મૂળ વસ્તુ એ ને એ જ રહે છે; માત્ર તેનું બાહ્ય રૂપ બદલાયા કરે છે. આ નવી જાતની કળાનું પણ આમ જ છે: ઉપલા વર્ગની કળાનાં વસ્તુ-વિષય ઉત્તરોત્તર સંકુચિત ને કંગાળ થતાં ચાલ્યાં, અને એમાંથી છેવટે તે કળા એ દશાએ પહોંચી છે કે, આ ખાસ વર્ગના કલાકારોને લાગે છે કે, કહેવા જેવું બધું કહેવાઈ ચૂકયું છે અને નવું કહેવાનું મળવું એ હવે અશકય છે. અને તેથી આ કળાને તાજી કરવાને માટે તેઓ નવાં બાહ્ય રૂપો ખોળે છે.
બોડૉર અને વલેન આવું એક નવું રૂપ શેાધે છે; તે ઉપરાંત, અત્યાર સુધી કળામાં નહિ વપરાયેલી એવી બીભત્સ અશ્લીલતાની વિગતા
*અહીં પત્તાંની યુરોપીય રમતનાં નામને બદલી લીધાં છે, તેથી કહેવાની વસ્તુમાં કશે! ફેર નથી થતા.