________________
નવી કળાની અગત્યતા
૭૩ અને પુરાણકથાઓ તથા ઇતિહાસના ઉલ્લેખોનાં સૂચનાથી તે કામ કરે છે. એવી આ પદ્ધતિ ઉત્તરોત્તર વધારે ને વધારે વપરાવા લાગી, અને જેને (યુરોપની કલામીમાંસામાં) “ડિકેડેટ’ કળા કહેવાય છે, તેની છેલ્લી હદે પહોંચી. અને હવે એનો અંજામ એ આવ્યો છે કે, અચોકસતા, ગૂઢતા, અસ્પષ્ટતા કે દુર્ગમતા, અને (આમ-લોકને વેગળા રાખતી) એકદેશિતા કે અળગાઈ– આ વસ્તુઓને કાવ્યકલાના એક ગુણ કે જરૂરી શરતની પદવીએ ચડાવી દેવામાં આવી છે એટલું જ નહિ, પરંતુ અશુદ્ધિ, અનિશ્ચય, અને ભાષાછટાની ઊણપને પણ આદર મળે છે!*
આમ, અસ્પષ્ટતા કે દુર્ગમતાને નવા કવિઓએ એક સિદ્ધાંત-પદે ઠવી છે. ફ્રેન્ચ વિવેચક ડુમિક (કે જે આ સિદ્ધાંતને હજી સ્વીકારતા નથી,) તે તદ્દન સાચું કહે છે કે, “આ પ્રખ્યાત “દુર્ગમતા-વાદ' કે જેને નવી (કાવ્ય) શાખાએ લગભગ સિદ્ધાંતપદ જ આપ્યું છે, તેને હવે ઠેકાણે પાડવાનો વખત આવે તો સારું.”
અને એકલા ફ્રેન્ચ લેખકો જ આમ કરે છે એવું નથી, જર્મની, સ્વીડન, નૉર્વે, ઇટાલી, રશિયા ને ઇંગ્લેંડ એ બીજા બધા દેશના કવિઓય એમ જ માને છે. અને એ પ્રમાણે ચિત્રણ, શિલ્પ, સંગીત વગેરે બધી કલા-શાખાઓના નવા જમાનાના કલાકારો કરે છે. નિર્લ્સ અને વૈશ્નર ઉપર આધાર રાખી, નવા જમાનાના કલાકારો એવા વિચારે પહોંચે છે કે, અશિષ્ટ કે ગ્રામ્ય એવા આમ-ટોળાને ગમ્ય થવાનું આપણે માટે જરૂરી નથી; (એક અંગ્રેજ કલામીમાંસકનો આ શબ્દ છે કે,) “ ઉત્તમોત્તમ ઉછેરના’ લોકમાં આપણે કાવ્યોમિ જગાવીએ એટલે બસ.
દુર્ગમતા-વાદની આ હિલચાલના નાયકો ફ્રેન્ચ કવિઓ છે. મેં ઉપર કરેલું વિધાન ખાલી કહી નાંખ્યું છે, એમ ન લાગે તે સારુ, હું તેમાંથી કાંઈ નહિ તો થોડાકની કૃતિઓના દાખલા ટાંકું છું. જોકે એમની
* આ પછી ટૉલ્સ્ટૉય જાણીતા ચ કવિઓના દાખલા ટાંકે છે. તેમાં તે બૉડલૅર, વર્લેન, માલામે એ ત્રણનાં નામ આપે છે, ને તેમના મત પણ શા હતા તે ટાંકી પુરાવો આપે છે. એ ભાગ અહીં છેડી દીધું છે. –મ.