________________
કળા એટલે શું? આ લોકો હિંમતભેર અને સાફ એ કહી નાંખે છે, અને જણાવે છે (કે જે આ બાબતના હાર્દમાં જઈ પહોંચે છે) કે, અમે જેને અતિ સુંદર કળા ગણીએ છીએ, (એટલે કે, વધુમાં વધુ મજા કે આનંદ આપતી કળા) તેમાં ભાગ લેનારા ને તેને માણનારા લોકો માત્ર ચુનંદા (કલાના લાલ) જ હોઈ શકે.* બાકી રહેતા પ્રાકૃત લોકોનું ટોળું, કે જે આ મજા માણવા અશક્ત છે, તેણે તો ઉમદા ખાનદાનના આ ચુનંદા લોકોની ઉદાત્ત મજા સારુ વૈતરું કરવું જોઈએ. આવા વિચારો વ્યક્ત કરતા લોકો – કાંઈ નહિ તો – ઢોંગ તો નથી જ કરતા, અને જે ભેગાં મળી જ ન શકે એવાં છે તેમને મેળવવા તો તેઓ નથી મળતા, પણ બાબત શી છે તે સાફ કહી નાખે છે કે, અમારી કળા માત્ર ઉપલા વર્ગોની જ કળા છે. અને ખરું જોતાં, આપણા સમાજમાં કલોત્પાદનમાં રોકાયેલ દરેક જણ કળાને એમ જ સમજો છે અને સમજે છે.
* ટૉલ્સ્ટૉય અહીં કહે છે કે, “ “રેમૅટિક” વાદીઓ આવા ચુનંદા લકને schone Geister કહે છે, અને નિશેના અનુયાયીઓ તેમને Ueber menschen કહે છે.” –મ.