________________
કળામાં વાડાબંધી
[ લોકકળા વિ૦ ભદ્રકળા ] પરંતુ, કળા જો એક માનવ પ્રવૃત્તિ હોય, અને તેનું પ્રયોજન એ હોય કે, મનુષ્યો જે સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ લાગણી સુધી ચડ્યા હોય તેમને બીજાઓને પહોંચાડવી, તો પછી સવાલ એ ઊઠે છે કે, (દેવળધર્મતત્વમાં લોકો ન માનતા થયા ત્યાંથી લઈને આજ સુધીના) અમુક ઠીક ઠીક લાંબા કાળ સુધી, માનવજાત આ મહત્ત્વની પ્રવૃત્તિથી વિહોણી રહી, બલ્ક તેને બદલે માત્ર મજા કે આનંદ જ આપતી એવી નજીવી કલાપ્રવૃત્તિને તે સહી રહી,– એવું બની શી રીતે શક્યું?
આ પ્રશ્નનો જવાબ આપવાને પહેલી જરૂર એ છે કે, લોકો ચાલુ જે એક બાબતની ભૂલ કરે છે તે સુધારવી જોઈએ. તે એ કે, પોતાની કળા જ સાચી સાર્વભૌમ રહસ્યવાળી છે એમ તેઓ માને છે. (આપણી પ્રજા જગતમાં ઉત્તમ છે એમ માન્યા કરવાના ભોળપણથી *) દરેક પ્રજાના લોકને એવી ટેવ પડી ગઈ છે કે, પોતાની કળાની વાત આવતાં સૌને પૂરી ખાતરીથી લાગે છે કે, અમારી કળા સાચી કળા છે એટલું જ નહિ, પણ તે સાર્વભૌમ અને એકમાત્ર સાચી કળા છે. પરંતુ, ખરું જોતાં, (જેમ એક કાળે બાઇબલ જ એકમાત્ર ગ્રંથ લેખાતો તેમ)
* અહીં મૂળમાં ટોલ્સ્ટોયે દાખલા ટાંકીને આમ કહ્યું છે- “ સિકેસિચન કુટુંબ જગતમાં ઉત્તમ લેક છે એટલું જ નહિ, પણ જો આપણે અંગ્રેજ કે અમેરિકન હોઈએ તે એંગ્લે-સૈકસન પ્રજાને, જર્મન હાઈ એ તો ટયુટેનિક પ્રજાને, ફ્રેન્ચ હોઈએ તો ગેલ-લૅટિન પ્રજાને, અથવા રશિયન હોઈ એ તે સ્લાવ પ્રજાને, સૌમાં શ્રેષ્ઠ માનીએ છીએ, અને તે પરથી...”
૭