________________
ગુરુ અર્જુનદેવ ગુરુઓને ધારે છે. અને ધારે કે ચંદુનું માનું તેય છે લાભ ? એ તે મને ધનસત્તાથી લલચાવવા ઇચ્છે છે. એમ કેણ આત્મા વેચે ભલા ? અને એમની ધમકીઓની તે મને શી અસર થવાની હતી? સર્વશક્તિમાન ઈશ્વર સૌનો બેલી છે.” આમ ઉત્તર આપ્યા પછી ગુરુએ લગ્નોત્સવની તૈયારી કરી. પૃથ્વીચંદને નેતર્યો, પણ તે ન આવ્યો; એણે ભાઈ સામે નવા શત્રુને સાથ જોયો ને હવે તે અજમાવવા તરફ વળ્યો.
ગુરુની સામે હતા એવા શાસ્ત્રીઓ તથા કાજીઓને એણે હવે પકડયા. તેમને નવા ધર્મ અને નવા ગ્રંથ સામે ફરિયાદ કરવા ઉશ્કેર્યા કે એમાં હિંદુઓના અવતાર અને મુસલમાનોના પરિફકીર પેગંબરોની હાંસી છે આ ફરિયાદને ચંદશાહે સમર્થન આપ્યું. આ અરસામાં અકબર પંજાબ તરફ ફરવા આવેલ. ત્યાં આ પ્રકરણ ચંદુએ જાતે બાદશાહ આગળ રજૂ કર્યું. તે પરથી હુકમ થયું કે ગુરુ અને ગ્રંથને પોતાની સામે ખડા કરવા. ગુરુએ ગ્રંથ લઈને ભાઈ બુધા અને ગુરદાસને મોકલ્યા. અકબરે છૂટાછવાયા કેટલાક ભાગ ગ્રંથમાંથી સાંભળ્યા, એનાથી એની ઉપર ઊલટી જ અસર થઈ એટલે ચંદ્ર અને શાસ્ત્રીકાજીઓએ કેટલાક ભાગો પોતે કાઢીને તેને વંચાવ્યા. અકબરને તેય ગમ્યા, અને તપાસને અંતે ફેંસલે આપ્યો કે, “ આ ગ્રંથમાં મેં જેટલું જોયું તે પરથી જણાય છે કે આમાં ઈશ્વરપ્રેમ અને ભક્તિ છે ને કોઈ બીજાની નિંદા કે સ્તુતિ નથી. આ ગ્રંથ આદરણીય છે. અને પછી પચાસ મહારની તથા ગુરુ અને આવેલા બે શીખને ઉચિત ભેટ આપી તેમને વિદાય કર્યા, ને ગુરુને પ્રણામ કહાવી જણાવ્યું કે પિતે દર્શને આવવા ઈચ્છે છે ! આમ ચંદુને પહેલે પાસે તે અવળો પડવો. પંજાબથી પાછા ફરતાં અકબર ગુરુને દર્શને ગયે. હરમંદિર વગેરે જઈ તથા સંગીતમય ભજને સાંભળી તે ખૂબ પ્રસન્ન થયા અને ગુરુ પાસેથી